Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસ IASને સોંપાઇ

રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસ IASને સોંપાઇ

0
70
 • અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશના માર્ગદર્શન હેઠળ થશે તપાસ
 • ઘટનાની ઝીણવટભરી તપાસ માટે SITની રચના કરાશે
 • CM રુપાણીના આદેશની ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપી માહિતી

અમદાવાદઃ રાજકોટમાં શુક્રવારે ઉદય શિવાનંદ આશ્રમ હોસ્પિટલની આગની ઘટના તપાસ એસઆઇટી (Rajkot Fire IAS)ને સોંપી દેવાઇ. અધિક મુખ્ય સચિવ એકે રાકેશમા માર્ગદર્શનમાં તપાસ થશે. ઘટનાની ઝીણવટભરી તપાસ માટે SITની રચના કરાશે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલ બાદ રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવની  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને તપાસ કરવાનો હુક્મ કર્યો છે.

ગુહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સીએમ રુપાણીના આદેશની માહિતી આપતા જણાવ્યુંં કે એકે રાકેશ તાત્કાલિક રાજકોટ જઇને ઘટનાના મૂળ સુધી તપાસ (Rajkot Fire IAS) કરશે તેમ  જણાવ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટ કોવિડ હોસ્પિટલની આગના પડઘા દિલ્હીમાં પડ્યા, રાહુલ ગાંધીએ કહ્યું- ગંભીરતાપૂર્વક થવી જોઇએ તપાસ

ગુહ મંત્રી પ્રદિપસીંહ જાડેજાએ જણાવ્યું છે કે, હોસ્પિટલમાં લાગેલી આગના બનાવ સંદર્ભે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આ ઘટનામાં દુખદ નિધન પામેલા નાગરિકો પ્રત્યે રાજય સરકાર દુખની લાગણી અનુભવે છે.

સરકાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આ દુખદ ઘટના અન્વયે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બનાવના સમાચાર મળતાંની સાથે જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર, રાજકોટ પોલીસ કમિશનર અને મુખ્ય સચિવને સૂચના આપીને ઘટનાના સ્થળે સત્વરે લોકોને સહાય પુરી પાડવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને તાત્કાલિક રાજકોટ જવા રવાના કરીને ઘટનાના મુળ (Rajkot Fire SIT) સુધી જવા સૂચનાઓ આપી હતી. રાકેશ આજે રાજકોટ ખાતે પહોંચીને જરૂરી તપાસ કરી રહ્યાં છે. જેનો આગામી ત્રણ દિવસમાં રિપોર્ટ મેળવશે.

તેમણે ઉમેર્યું કે, ઘટનાની ઝીણવટભરી અને તલસ્પર્શી તપાસ થાય તે માટે રાજકોટ શહેરના ડીસીપીના અધ્યક્ષસ્થાને સીટની રચના કરવાનો નિર્ણય કર્યો છે. રાજયમાં આવા પ્રકારના બનાવો કયાંય પણ ન બને તે માટે રાજય સરકાર સતત ચિંતિત છે. અને આવા બનાવો બનશે તો રાજય સરકાર સહેજપણ ચલાવી લેવા માંગતી નથી.

ચાર લાખની સહાયની જાહેરાત કરી Rajkot Fire IAS news

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આગની દુઘર્ટનામાં મુત્યુ પામનારા પ્રત્યેક દર્દીના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડઃ SIT અને સચિવ કક્ષાની બે તપાસ થશે

ભાજપ સરકાર પર કોંગ્રેસના આકરા પ્રકાર

 • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોષીએ જણાવ્યું છે કે, ત્રણ મહિનામાં હોસ્પીટલોમાં આગના સાત બનાવોમાં 13દર્દીઓએ જીવ ગુમાવ્યા
  છે. દરેક દુર્ઘટના પછી સરકાર દ્વારા તપાસના આદેશ ફક્ત કાગળ ઉપર , એકપણ ઘટનાનો અહેવાલ હજુ સુધી જાહેર થયો નથી. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પીટલને ભાડે લઈને કોવીડ સેન્ટર ચલાવનાર સંચાલકો ભાજપ સરકારના સાથીદારો છે.
 • ત્યારે સમગ્ર દુર્ઘટનામાં સત્ય શું તપાસમાં સામે આવશે ? શું અગાઉની દુર્ધટનાની જેમજ માનવજીંદગીનો ભોગ લેનાર જવાબદારો સામે તપાસ સંકેલી લેવાશે ?
 • તેમણે વધુમાં જણાવ્યું છે કે, શ્રેય હોસ્પીટલની ઘટનામાં સરકારે અધિક મુખ્ય સચિવ ( ગૃહવિભાગ ) સંગીતા સીંધ અને અધિક મુખ્ય સચિવ ( શહેરી વિકાસ ) ત્રણ દિવસમાં અહેવાલ આપવાનો આદેશ કર્યો હતો.
 • આજે દુર્ઘટનાને ૧૧૪ દિવસ થયા છતાં અહેવાલ ક્યાં ? તપાસના તારણો શું ? જવાબદાર કોણ ?
  એસ.એસ.જી. હોસ્પીટલ, વડોદરામાં આગની ઘટના સમયે આગ લાગવાના કારણો અંગે નિમાયેલી તપાસ સમિતિનો અહેવાલ કેમ જાહેર કરવામાં આવ્યો નથી ? ગુજરાતમાં કોવીડ હોસ્પીટલમાં આગની સતત સાત દુર્ધટના છતાં ભ્રષ્ટ ભાજપ સરકાર કેમ કોઈ પગલા લેતી નથી ?
 • નિર્દોષ લોકોના મોત માટે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ-રીતી જવાબદારી. રાજ્યમાં હાઈકોર્ટની ફટકાર છતાં રાજ્ય સરકાર ફાયર સેફ્ટીના નિયમોની અવગણના કરીને શા માટે માનવજીંદગીને આગમાં હોમી રહી છે ? રાજ્યમાં કોવીડ સેન્ટર તરીકે માન્યતા માટે કેમ ધારાધોરણનું પાલન કરવામાં આવતું નથી ?

  આ પણ વાંચોઃ રાજકોટ હોસ્પિટલમાં આગની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, કહ્યુ- આ અત્યંત આઘાતજનક ઘટના

 • તારીખ          હોસ્પિટલનું નામ                               દર્દીના મોત            દર્દીઓની સ્થિતિ

  6/8/20  શ્રેય હોસ્પિટલ, અમદાવાદ                          08                12થી વધુ દર્દીઓ ઘાયલ

 • 25/8/20  જી.જી. હોસ્પિટલ, જામનગર                     00                 9 દર્દીઓ  મુશ્કેલીમાં
 • 26/8/20  હડીયોલ પ્રાથમિક કેન્દ્ર, હિંમતનગર          00         માતા/દિકરા સહિત દર્દી મુશ્કેલીમાં
 • 8/9/20  એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા               00              150 દર્દીઓ મૂકાયા મુશ્કેલીમાં
 • 29/9/20  કોવીડ ગાંધી હોસ્પિટલ, સુરેન્દ્રનગર           00                દર્દીઓ મૂકાયા મુશ્કેલીમાં
 • 3/10/20   હ્દય કોવીડ હોસ્પિટલ, અમદાવાદ           00                દર્દીઓ મૂકાયાં મુશ્કેલીમાં
 • 27/11/20  ઉદય શિવાનંદ હોસ્પિટલ, રાજકોટ          05              11 દર્દી અન્ય હોસ્પિટલમાં ખસેડયા
 • https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9