Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અશોક સ્તંભવાળો PMO ઓફિસના બોગસ પત્ર મામલે અમરેલીના એમડી ડૉ.વિજય પરીખની ધરપકડ

અશોક સ્તંભવાળો PMO ઓફિસના બોગસ પત્ર મામલે અમરેલીના એમડી ડૉ.વિજય પરીખની ધરપકડ

0
220

ડૉ. વિજયે ઓફિસનો કબ્જો મેળવવા PMOનો બોગસ લેટર તૈયાર કરી મેઈલ કર્યા હતા 

અમદાવાદ: અમરેલીના MD ડૉ.વિજય પરીખે પોતાની ડૉકટર હાઉસ ખાતેની ઓફિસનો કબ્જો મેળવવા માટે PMO ઓફિસનો અશોક સ્તંભ લગાવેલો (PM news) બોગસ પત્ર તૈયાર કરીને કાર્યવાહી કરવા સૂચના આપતા મેઈલ કર્યા હતા. જેમાં ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરતા મેઈલ કરી હતી.

સાઇબર સેલે પકડી પાડ્યું ડોક્ટરનું કૃત્ય

સાઇબર સેલની ટીમે આરોપીને ઝડપી પૂછપરછ હાથ ધરી છે. આ પત્રો આરોપીઓએ [email protected] gmail.com અને [email protected] gmail. com.થી મેઈલ કર્યા હતા. આ પત્ર વ્યવહાર (PM news)ખરેખર પીએમઓ ઓફિસથી થયો છે, તે ચેક કરવાનો અધિકારીઓએ નિર્ણય લીધો હતો જેમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટ હોસ્પિટલમાં આગની સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, કહ્યુ- આ અત્યંત આઘાતજનક ઘટના

સાયબર સેલના પીઆઈ આર.જે.ચૌધરી, એએસઆઈ ગૌરાંગ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ કિશન ખેમાભાઈ, ચન્દ્રસિંહ સબળસિંહ, બાબુભાઈ વિરસંગભાઈ, જયરાજસિંહ ભરતસિંહ આરોપીને પકડવા કામે લાગ્યા (PM news)હતા. પોલીસ તપાસમાં અમરેલી ખાતે ક્લિનિક ધરાવતા એમડી ડૉકટર વિજય દ્વારકાપ્રસાદ પરીખ વિરૂધ્ધ ટેક્નિકલ પુરાવા મળ્યા હતા. જેના આધારે ડૉ.વિજય પરીખની ધરપકડ કરવામાં આવી હતી.

ડો. નિશિત પાસેથી કબ્જો મેળવવા નાટક રચ્યું

આરોપી ડૉકટર વિજય દ્વારકાપ્રસાદ પરીખે પોલીસને જણાવ્યું હતું કે, પરિમલ ગાર્ડન(PM news) પાસે ડૉકટર હાઉસમાં આવેલી ઓફિસ ડૉ. નિશિત શાહ પાસે ખરીદી હતી. જે ઓફિસ વેચાણ આપી તેનો ગેરકાયદેસર કબ્જો ડૉ. નિશિતએ પોતાની પાસે રાખ્યો હતો. જે ઓફિસનો કબ્જો લેવા માટે અને સામેવાળાને સજા થાય તે હેતુથી પોતે સમગ્ર યોજના બનાવી હતી.

આ પણ વાંચોઃ રાજકોટના મેયરની નફ્ફટાઇ, હોસ્પિટલમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છતા ઘટના કુદરતી લાગી

ફરિયાદમાં જણાવ્યા મુજબ ડૉ. વિજયે PMO ઓફિસનો અશોક સ્તંભ લગાવેલો(PM news) બોગસ પત્ર તૈયાર કર્યા હતા. આ પત્રો આરોપીએ [email protected] gmail.com અને [email protected] gmail. com.થી જુદી જુદી જગ્યાએ મેઈલ કર્યા હતા. જેમાં IAS sangeetasingh (GOG-HOME DEPT), Director General Of Police G.S., Police Commissioner Ahmedabad, [email protected] Toમાં રાખી મેઈલ કર્યા હતા.

ઈમેઈલની સી.સી.માં [email protected] com, [email protected], [email protected] gmail.com, [email protected], pradipsinh jadeja (GOG-legal dept) ને રાખ્યા હતા. જેની સાથે (PM news)રાખેલા pmo હેડિંગ અને અશોક સ્તંભવાળા લેટરો મુક્યા હતા. જેમાં ડૉ. વિજયએ ડૉ. નિશિથ પાસેથી ખરીદેલી ઓફિસનો ગેરકાયદેસર કબ્જો ખાલી કરાવવાના લખાણ સાથે ગુજરાત સરકાર અને અધિકારીઓની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ મેટર પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ દ્વારા સતત મોનિટર કરવામાં આવતી હોવા છતાં તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી તેમ જણાવ્યું હતું.

ઇ-મેઇલની ખરાઈ પછી સત્ય પકડાયું

આ લેટર પીએમઓ ઓફિસથી આવ્યા છે કે બીજે થી તે ખરાઈ કરવાનો અધિકારીઓએ (PM news) નિર્ણય લીધો હતો. જેમાં સાયબર સેલએ તપાસ કરતા વિગતો મળી કે, PMO ઓફિસથી થતા પત્ર વ્યવહાર સરકારે બનાવેલા ઈ મેઈલ આઈડી જેની પાછળ nic. in લખેલું ડોમેઈન વપરાય છે. આથી જે જીમેઇલ આઈડી થી મેઈલ આવેલા તે [email protected] gmail.com અને [email protected] gmail. com.ની વિગતો પોલીસે એકત્ર કરી હતી. જેમાં વિગત મળી કે, આ આઈડી 2019માં બનેલું છે. જેમાં રજીસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર અને આઈપી એડ્રેસ વિજય દ્વારકાપ્રસાદ પરીખ રહે, દ્વારકેશ, ગણેશ સોસાયટી, ચિતલ રોડ,અમરેલીનું હોવાનું ખુલ્યું હતું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9