Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં હાજર રહેવામાંથી મેટ્રોપોલિટન કોર્ટે મુક્તિ આપી

રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં હાજર રહેવામાંથી મેટ્રોપોલિટન કોર્ટે મુક્તિ આપી

0
67

અમદાવાદ : વર્ષ 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જબલપુરની રેલીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર કરેલી ટિપ્પણી અને ADC બેન્ક કેસમાં હાજર ન રહેવા માટે દાખલ કરેલી એક્ઝેમ્પશન અરજી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે માન્ય રાખી છે. કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવાથી રાહત આપી છે. જો કે તેમના વતી તેના એડવોકેટને મુદત દરમિયાન હાજર રહેવું પડશે. કોર્ટને લાગશે તો રાહુલ ગાંધીને હાજર થવું પડશે. rahul gandhi breaking news

અરજદાર રાહુલ ગાંધી વતી તેમના વકીલ પંકજ ચાપાનેરી અમદાવાદ મેટ્રો કોર્ટ સમક્ષ દાખલ કરેલી એક્ઝમશન અરજીમાં CRPCની કલમ 61, 205, 273 અને 317 મુજબ આરોપીને કોર્ટની કાર્યવાહી દરમિયાન ગેરહાજર રહેવાની માંગ કરી હતી. અરજદાર રાષ્ટ્રીય રાજનેતા હોવાથી પણ તેમને કોર્ટની કાર્યવાહી સમક્ષ હાજર રહેવાની મુક્તિ આપવામાં આવે. rahul gandhi breaking news

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પર 2019ની લોકસભા ચૂંટણી જબલપુરની રેલીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ કરેલા નિવેદન પર મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. નોટબંધી વખતે ADC બેન્ક વિશે કરેલા નિવેદન પર બેંકના ચેરમેન દ્વારા બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. અગાઉ કોર્ટે એડીસી બેન્ક કેસમાં 15 હજારના પર્સનલ બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા હતા. ત્યારબાદ કેસની સુનાવણી દરમિયાન હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.

મધ્યપ્રદેશના જબલપુરમાં અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને બે-વાર સમન્સ પાઠવ્યા હતા. પહેલા સમન્સની બજવણી ન થતા મેટ્રો કોર્ટે બીજીવાર સમન્સ પાઠવી રાહુલને હાજર થવાનું ફરમાન કર્યો હતો. rahul gandhi breaking news

આ કેસના મૂળ અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલે જણાવ્યું હતું કે, ગત 24મી એપ્રિલના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં આપાયેલા વિવાદાસ્પદ નિવેદનને સમગ્ર ભારતમાં પ્રસારીત કરાતા અને સ્થાનિક અખબારમાં છપાતા બદનક્ષીની ફરિયાદ અમદાવાદની મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવી છે જેને કોર્ટે માન્ય રાખતા રાહુલ ગંધી વિરૂદ્ધ સમન્સ જારી કર્યું હતું. rahul gandhi breaking news

આ કેસમાં મૂળ અરજદાર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે, અમિત શાહ વિરૂદ્ધના કેસમાં ગુનો સાબિત થયો નથી ત્યારે લોકસભાની ચૂંટણી દરમ્યાન કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના જબલપુરમાં કરેલી રેલીમાં અમિત શાહ વિરૂદ્ધ પ્રહારો કરતા કહ્યું હતું કે, હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ ક્યાં શાન હે જેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જ્યાર બાદ આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ અંગેના લેખ પણ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવામાં આવ્યા હોવાથી અમિત શાહની બદનક્ષી થઈ હોવાનો દાવો કર્યો હતો.

નોટબંધી વખતે રાહુલ ગાંધીએ ADC બેંક પર કરોડો રૂપિયા ખોટી રીતે બદલી આપવાનો આક્ષેપ કર્યો હતો અને તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સંડોવણીનો પણ આક્ષેપ કરાતા બેન્કના ચેરમેન અજય પટેલ દ્વારા રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ કરાઈ હતી.