Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના દરમિયાન લગ્ન સમારંભ યોજવા અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યુ મોટું નિવેદન

કોરોના દરમિયાન લગ્ન સમારંભ યોજવા અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યુ મોટું નિવેદન

0
358
  • હવે લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં Pradipsinh Jadeja

  • લગ્ન સમારંભ દરમિયાન સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે

  • 100 લોકોની મર્યાદામાં લગ્ન કે અન્ય સત્કાર સમારંભો યોજવા પડશે

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસો વધતા લગ્ન સમારંભમાં ભાગ લેનારાની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી હતી, અને આ મહામારી દરમિયાન પોલીસની પરવાનગી લઇને લગ્ન થઇ રહ્યા છે. જોકે રાજ્યના ગૃહમંત્રીએ રાહત આપતા જણાવ્યું કે હવે દિવસે લગ્ન માટે પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી. તેમ જ લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે તેવી જાહેરાત પ્રદિપસિંહ જાડેજાએ કરી છે. Pradipsinh Jadeja

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે લગ્ન કે અન્ય સત્કાર સમારંભમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. મંજુરી મેળવવા માટે લોકોની લાઈનો લાગતાં હવે પોલીસની મંજુરી લેવાની આવશ્યક્તા નથી. પરંતુ લગ્ન પ્રસંગમાં વરઘોડા અને બેન્ડવાજા પર પ્રતિબંધ ચાલુ રહેશે. ત્યાં જ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં આયોજન ન કરવા પણ તેમને સૂચના આપી છે. રાજ્યના નાગરીકોએ 100 વ્યક્તિની મર્યાદામાં કોઈપણ પ્રકારના સમારંભનું આયોજન કરવાનું રહશે. તેમજ તેમાં તમામ પ્રકારના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. Pradipsinh Jadeja

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે કોરોના સંક્રમણ વધતા રાજ્યના કેટલાક શહેરોમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રકારના પ્રસંગનું આયોજન રાત્રી કરફ્યૂ દરમિયાન કરી શકાશે નહી.

આ પણ વાંચો: રાહત: કોવેક્સિન રસીની અત્યાર સુધી કોઇ આડઅસર નહીં, સોલા સિવિલમાં થઇ રહી છે ટ્રાયલ

સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે

લગ્ન સમારંભોમાં અનેક જગ્યાએ જોવા મળ્યું છે કે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નથી કરી રહ્યા. તેના પર તેમણે જણાવ્યું કે લગ્ન સમારંભમાં લોકો માસ્ક પહેરી રહ્યા છે કે નહી તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામા આવી રહ્યું છે કે નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લગ્ન સમારંભ દરમિયાન કોરોના માર્ગદર્શિકા પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન નહી કરનારા લોકોને દંડ ફટકારવામાં આવશે. Pradipsinh Jadeja

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના કેસનો આંકડો 1,607 સુધી પહોંચી ગયો છે. આજે કુલ 16 દર્દીના મોત થયા છે. તેની સાથે જ રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 2,05,116એ પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 3938એ પહોંચ્યો છે. જ્યારે રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1,388 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,86,446 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9