Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બાપુની ખાદી મેક્સિકોની Ohaka Khadi કેવી રીતે બની? અમદાવાદનું કનેક્શન

બાપુની ખાદી મેક્સિકોની Ohaka Khadi કેવી રીતે બની? અમદાવાદનું કનેક્શન

0
55
  • ખાદીને બ્રાંડ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે ભારતીય વિદેશ મંત્રાલય
  • ખાદી સાથે સંકળાયેલા અન્ય ઉત્પાદનોની લોકપ્રિયતામાં પણ થયો વધારો

નવી દિલ્હી: મહાત્મા ગાંધીની પ્રિય ખાદી (Khadi)ની મેક્સિકોમાં ધૂમ છે અને ત્યાંના ઓહાકામાં બનેલી ખાદી (Ohaka Khadi)ની વિશ્વભરમાં બોલબાલા છે. આ ખાદી મેક્સિકો કેવી રીતે પહોંચી તેનું કનેક્શન ગુજરાત અને અમદાવાદ સાથે છે.

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનન સફળ બનાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલય સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.

આ અભિયાન હેઠળ વિદેશ મંત્રાલય ભારતના સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર અને પ્રસાર વિશ્વના અન્ય દેશોમાં કરી રહ્યું છે. જેના પરિણામસ્વરૂપે દુનિયાના તમામ દેશોમાં ભારતીય ઉત્પાદનોની લોકપ્રિયતામાં વધારો થયો છે.

 આ પણ વાંચોઃ મોદી સરકારનો મોટો નિર્ણય, હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ ખરીદી શકશે જમીન

આવી જ એક ખબર ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોમાંથી સામે આવી છે, જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં લોકો ખાદી(Ohaka Khadi)સાથે સંકળાયેલા ઉત્પાદનો બનાવી રહ્યાં છે, જેને ફક્ત મેક્સિકન લોકો જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોના લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે

મળતી માહિતી મુજબ, મેક્સિકોના ઓહાકા રાજ્યના ઘણા ગામડાઓમાં સ્થાનિક લોકો ખાદી (Ohaka Khadi)વણવાનું કામ કરી રહ્યા છે, જે હવે એક બ્રાંડ બની ચૂકી છે, જેને હવે દુનિયાના લોકો ‘ઓહાકા ખાદી’  (Ohaka Khadi)ના નામે ઓળખે છે.

Ohaka Khadi

Ohaka Khadi

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયાસોને પરિણામે લાંબા સમય સુધી સાદગીની ઓળખ રહેલી ખાદી આજે ઇકો ફ્રેંડલી ફેબ્રિક તરીકે પ્રખ્યાત થઇ રહી છે.

માર્ક બ્રાઉને ગાંધીજીની ફિલ્મથી પ્રેરણા મેળવી Ohaka Khadi

મેક્સિકોના એક યુવક માર્ક બ્રાઉને મહાત્મા ગાંધી પર એક ફિલ્મ જોઈ. ગાંધીજીના વ્યક્તિત્વથી તે એટલો પ્રભાવિત થયો કે ભારત આવી ગયો અને 12 વર્ષો સુધી અહીંયા જ રહ્યો. આ દરમિયાન, 2 વર્ષ (1986-88) સુધીનો સમય તેમણે ગુજરાતના સાબરમતી આશ્રમમાં વીતાવ્યા હતા.

માર્ક બ્રાઉન (Mark Brown)એ  ખાદી વિશે જ્ઞાન મેળવ્યું. બ્રાઉને ખાદીના કપડાં પહેરવાનું પણ શરૂ કરી દીધું, જે તેમણે પોતે કાંત્યાં હતાં. વર્ષ 1990ના દાયકામાં તે એક ચરખો લઇને મેક્સિકોના ઓહાકામાં ચાલ્યો ગયો. ત્યાંના સેંટ સેબેસ્ટિયન રિયો હોંડો ગામમાં તેણે સ્થાનિક પરિવારોને સૂતર કાંતતા શીખવાડ્યું.

આખરે વર્ષ 2010માં તેણે ‘ફાર્મ ટુ ગારમેન્ટ’(Farm to Garment)સમૂહમાં ‘ખાદી ઓહાકા’ (Ohaka Khadi)શરૂ કર્યું. આ સમૂહમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લગભગ 400 પરિવારો સામેલ છે.

 આ પણ વાંચોઃ NIAને મોટી સફળતા, કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરાર આરોપીની ધરપકડ

PM મોદીએ ‘મનકી બાત’ માં કર્યો હતો ઉલ્લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મનકી બાત’ માં પણ ઓહાકા ખાદી (Ohaka Khadi)નો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આપણા અનેક સ્થાનિક ઉત્પાદનોમાં વૈશ્વિક ઉત્પાદન બનવાની બહુ મોટી શક્તિ છે. તેમાં ખાદી બોડી ફ્રેંડલી ફેબ્રિક તરીકે દુનિયાના અનેક સ્થળોએ બનાવવામાં આવી રહી છે.

મેક્સિકોમાં આવી જ એક જગ્યા છે ઓહાકા, જ્યાંના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખાદી વણવાનું કામ કરી રહ્યા છે. આજે ઓહાકા ખાદી (Ohaka Khadi)સમગ્ર દુનિયામાં બ્રાંડ બની ચૂકી છે.

શું કહે છે અધિકારીઓ

આ વિશએ જાણકારી આપતા વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે દુનિયાના તમામ દેશોમાં સ્થિત ભારતીય મિશનો પ્રયાસ કરી રહ્યાં છે. તે હેઠળ લોકોને ભારતીય ઉત્પાદનોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે.

તેમાં ખાદી સૌથી મહત્વપૂર્ણ છે. ખાદી ભારતની ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને આત્મનિર્ભરતાની ઓળખ છે. ઓહાકા ખાદીના બ્રાંડ બનવાને કારણે ખાદીના કપડાં ઉપરાંત, ખાદી સાથે સંકળાયેલા અન્ય ઉત્પાદનોમાં પણ લોકોના રસરૂચિ વધ્યાં છે.

ભારત અને મેક્સિકો વચ્ચેના સંબંધો

મેક્સિકો 1950માં ભારત સાથે રાજનૈતિક સંબંધો સ્થાપિત કરનાર લેટિન અમેરિકાનો પ્રથમ દેશ છે. આજે બંને દેશો વચ્ચે ઉષ્માપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો છે. મેક્સિકન લોકો ભારતની સંસ્કૃતિ, સામાજિક મૂલ્યો અને બહુમતવાદી લોકતંત્રમાં ઘણો રસ ધરાવે છે.

 આ પણ વાંચોઃ RBI ગવર્નર શક્તિકાંત દાસ કોરોનાથી સંક્રમિત, આઈસોલેશનમાં રહીને કરશે કામ

ઉપરાંત, ત્યાંના લોકો મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર અને મધર ટેરેસાના વિચારોથી ઘણા પ્રભાવિત છે. મેક્સિકોના ચાર મોટાં શહેરોમાં ગાંધીજીની પ્રતિમાઓ સ્થાપિત છે. મેક્સિકોમાં ભારતીય સમુદાય નાનો છે, જેમાંથી દસ હજાર લોકો શહેરોમાં રહે છે અને બાકી ગુઆડલજારા, મોન્ટેરી, ક્યૂર્નવેકા, ક્વેરેટારો વગેરે વિસ્તારોમાં રહે છે.