Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > PM મોદી કહે છે માસ્ક જ વેકસીન છે: નર્મદા કલેકટર જ PM ની સલાહ ભૂલ્યા!

PM મોદી કહે છે માસ્ક જ વેકસીન છે: નર્મદા કલેકટર જ PM ની સલાહ ભૂલ્યા!

0
330

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઈ-લોકાર્પણ કર્યું Narmada Collector DA Shah

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગરૂડુશ્વર તાલુકા સેવા સદન ખાતે ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નર્મદાના કલેક્ટર માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને મહેસુલ મંત્રી કૌશિક પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા મથકે અંદાજે રૂા.10 કરોડ 74 લાખના ખર્ચે અંદાજે 5,635 ચો.મી. વિસ્તારમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઈ-લોકાર્પણ કરાયું હતું. Narmada Collector DA Shah

ગરૂડુશ્વર તાલુકા સેવા સદન ખાતે ઈ-લોકાર્પણના યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતા રાઠવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, પૂર્વ મંત્રી શબ્દ શરણભાઇ તડવી, જિલ્લા પંચાયતના સભ્ય શારદાબેન તડવી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશ તડવી, ભરૂચ અને નર્મદા જિલ્લાના દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, જિલ્લાના અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન તડવી સહિત ગરૂડેશ્વર તાલુકાના સંરપચો,અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં તાલુકા સેવા સદનના ઈ-લોકાર્પણ કાર્યક્રમને દિપ પાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. Narmada Collector DA Shah

આ પણ વાંચો: અમદાવાદમાં સરકારે રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી લાદી દીધો રાત્રિ કરફ્યૂ, 20 નવેમ્બરથી અમલ

હાલ કોરોના કેર વર્તાવી રહ્યો છે, કોરોના ગાઈડ લાઈન મુજબ તમામ કાર્યક્રમો સોશિયલ ડિસ્ટનસિંગ રાખી મોઢે માસ્ક ફરજીયાત પહેરી તથા સેનેટાઈઝરની વ્યવસ્થા સાથે કરવા કેન્દ્ર સરકારે ગાઈડ લાઈન જાહેર કરી છે. કોરોના સંક્રમણ રોકવા PM મોદી, CM રૂપાણી સહિત તમામ નેતાઓ પ્રજાને માસ્ક ફરજીયાત પહેરવા જણાવે છે. PM મોદી તો એમ કહે છે કે જ્યાં સુધી કોરોના વેકસીન ન આવે ત્યાં સુધી માસ્ક એ જ કોરોનાની વેકસીન છે.PM મોદીની એ જ સલાહ મુજબ ગાંધીનગર ખાતે ઈ-લોકાર્પણ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસુલ મંત્રી કૌશિક પટેલ સહિત ગરૂડેશ્વર ખાતેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ માસ્ક પેહેર્યું હતું.

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે જ મોઢેથી માસ્ક ઉતારી જાહેરમાં બિન્ધાસ્ત બેઠા દેખાયા હતા. હાલ જાહેર જગ્યાઓ પર માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે કાયદાઓ ફક્ત જનતા માટે જ બનાવતા હોવાનું લાગી રહ્યુ છે.જોકે આ બાબત સારી કહેવાય કે ન કહેવાય એ તો નર્મદા કલેકટર જ જાણે પરંતુ કોરોનામાં આ બિલકુલ ખોટું કહેવાય. Narmada Collector DA Shah

આ પણ વાંચો: અમદાવાદ જોડેના બારેજામાં 21થી 30 નવેમ્બર દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉન

સાંસદ મનસુખ વસાવાએ બિલ્ડરોને આપ્યા આ સંકેત

ગરુડેશ્વર ખાતે છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી તૈયાર થયેલ તાલુકા સેવા સદનના લોકર્પણનું મુહૂર્ત હવે આવ્યું છે. કેટલાય સમયથી આ વિસ્તારના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસુલ મંત્રી કૌશિક પટેલ દ્વારા ગરુડેશ્વર તાલુકા સેવા સદનનું ઈ-લોકર્પણ કરવામાં આવ્યું. જોકે દુનિયા સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગરુડેશ્વર તાલુકામાં જ બની છે જેને કારણે અહીં બિલ્ડર લોબી અને મૂડીવાદી લોબી જમીન ખરીદવા માટે અહીં માથા મારી રહી છે પણ આ બિલ્ડર લોબી અને મૂડીવાદી લોબીને સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ચેતવણી આપી દીધી છે. Narmada Collector DA Shah

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ એમના પ્રવચનમાં જણાવ્યું હતું કે.ગરુડેશ્વર તાલુકાના ખેડૂતોની જમીન આવા કોઈ લોકો પચાવી ન પાડે એ માટે આપણે સતર્ક રહેવું પડશે. મનસુખ વસાવાએ તાલુકા અને જિલ્લાના અધિકારીઓને પણ સંકેત આપ્યા છે કે આવા લોકોથી ચેતીને ચાલજો. આ વિસ્તારમાં મૂડીવાદી અને બિલ્ડરો અહીંના ખેડૂતોને છેતરી ન જાય અને અહીંના ગરીબ લોકોનું શોષણ ન થાય તેની કાળજી પણ રખવી પડશે. Narmada Collector DA Shah