Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > નરેશ કનોડિયાના નિધન સાથે એક યુગ સમાપ્તઃ હિતેન કુમાર

નરેશ કનોડિયાના નિધન સાથે એક યુગ સમાપ્તઃ હિતેન કુમાર

0
64

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે કનોડિયા કુટુંબે ટૂંકાગાળામાં મોભી ગુમાવ્યા naresh kanodiya death news

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની બંધુબેલડી ફક્ત ત્રણ જ દિવસના ટૂંકાગાળામાં મૃત્યુ પામી હતી. 25મી ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાના (Naresh kanodiya-death)મોટાભાઈ મહેશ કનોડિયા ઉપરાંત બે દિવસ પછી નાના ભાઈ નરેશ કનોડિયાનું પણ કોરોનાના લીધે અવસાન થતાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને તેમના પ્રશંસકોએ આંચકો અનુભવ્યો હતો. લાખો પ્રશંસકોના હૃદય પર રાજ કરનારા ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર અભિનેતા નરેશ કનોડિયાનું કોરોનાથી અવસાન થયુ હતુ. naresh kanodiya death news

આ અંગે ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતેન કુમારે (Naresh kanodiya-death)જણાવ્યું હતું કે આ ક્ષણ ઘણી આઘાતની છે. તેની સાથે આશ્ચર્ય એ પણ છે કે આખુ જીવન તેણે રામલક્ષ્મણની જોડી તરીકે કામ કર્યુ. બંને ભાઈઓ સંઘર્ષના દિવસથી છેક સુધી સાથે રહ્યા. મહેશભાઈના નિધન બાદ નરેશભાઈના નિધનના સમાચાર મળે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત છે. કમાલનો પ્રેમ છે.

આ પણ વાંચોઃ BREAKING : ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન

ગુજરાતનાં સૌથી મોટા એન્ટરટેઇનર આપણે (Naresh kanodiya-death)આમને કહી શકીએ. આપણે બે મોટા નામો ખોયા છે, આ વર્ષ 2020નાં મળેલા સૌથી દુખદ સમાચાર છે આ. હું આ પરિવારને ઘણી અંગત રીતે જાણુ છું, માત્ર 48 કલાકમાં ઘરના બે મોભીને ખોયા છે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને હિંમત આપે એવી જ પ્રાર્થના છે. naresh kanodiya death news

કિર્તીદાન ગઢવીએ વ્યક્ત કરી દુખદ લાગણીગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ (Naresh kanodiya-death)આ અંગે દુખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું તેમની ફિલ્મો ઘણો જ જોતો, નરેશ કનોડિયા પોતાની કલાથી ગુજરાતી સિનેમાને ઊંચાઇ પર લઇ ગયા હતા. તેમના જવાથી ગુજરાતી ચિત્રપટ અને સંગીતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી ફિલ્મ જગતમાં બંન્ને ભાઇઓએ જે યોગદાન આપ્યું છે તે અન્ય કોઇ નહીં આપી શકે.

આ પણ વાંચોઃ 60 લાખ લોકો અનાજથી વંચિત, ગુજરાત સરકારનો અણઘડ વહીવટ

મયૂર વાકાણીએ કહ્યું, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક આજે (Naresh kanodiya-death)આપણી વચ્ચે નથી રહ્યા. બે દિવસ પહેલા મહેશજીની નિધન થયું હતું. નરેશજી અને મહેશજી આ બેલડી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એવી ખોટ છે જે ક્યારેય નહી ભરાય. ફિલ્મ અને ટીવી શ્રેણીઓના નિર્માતા અભિલાષ ઘોડાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતુ કે, ”મારી અનેક યાદો જોડાયેલી” છે. આ સિવાય ગુજરાતી રેપ ગાયક અરવિંદ વેગડાએ પણ શ્રદ્ધાંજલિ આપી છે.