Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે સહિત મળ્યાં વિવિધ એવોર્ડ

ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે સહિત મળ્યાં વિવિધ એવોર્ડ

0
239

નરેશ કનોડિયાને દાદા ફાળકે સહિતના વિવિધ એવોર્ડ મળ્યા હતા

ગાંધીનગરઃ ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના લીધે અવસાન થયુ છે. નરેશ કનોડિયાને (gujarat-news-naresh-kanodiya-award) ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કહેવામાં આવે છે. અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોને મળેલા સૌપ્રથમ સુપરસ્ટારનું બિરુદ નરેશ કનોડિયાને મળ્યું છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે એકહથ્થુ શાસન કર્યુ છે.

તેમા પણ 1980થી 1990નો દાયકો તો નરેશ કનોડિયાનો સુવર્ણ કાળ (gujarat-news-naresh-kanodiya-award) માનવામાં આવે છે. નરેશ કનોડિયાએ ફિલ્મ સુપરસ્ટાર તરીકેની કારકિર્દી આથમ્યા પછી પણ સહાયક અભિનેતા તરીકે કામ કર્યુ હતુ.

સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયાની (gujarat-news-naresh-kanodiya-award) સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. ગુજરાતી ફિલ્મોમાં નરેશ કનોડિયા ઉપરાંત ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર વગેરે સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની જૂની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પર 50 વર્ષ સુધી રાજ કરનારી બંધુ બેલડીની વિદાય

ગુજરાતી સિનેમા(Gujarati Cinema)ના સુપર સ્ટાર હવે આપણી વચ્ચે (gujarat-news-naresh-kanodiya-award) રહ્યા નથી. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનારા નરેશ કનોડિયા (Naresh Kanodia) નું કોરોનાના કારણે નિધન થયું છે. નરેશ કનોડિયાએ 125 ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા તરીકે એક હથ્થું રાજ ભોગવ્યું છે. એટલું જ નહીં, સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા (Mahesh Kanodia) સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

આ પણ વાંચોઃ નરેશ કનોડિયાના નિધન સાથે એક યુગ સમાપ્તઃ હિતેન કુમાર

નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જૂની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે 1980 અને 1990નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં. તેના માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી નીચેની વિગતે નરેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

નરેશ કનોડિયાને નીચે મુજબના ગુજરાતી ફિલ્મોના એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

(1) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી (Tanariri) માટે (1974-75) (સંગીતકાર તરીકે)

(2) શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ (Jog Sanjog) માટે (1980-81)

(3) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)

(4) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)

(5) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ (Laju Lakhan) માટે (1991-92) (સંગીતકાર તરીકે)

નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળેલો છે. 2012માં ભારતીય સિનેમા જગતને (gujarat-news-naresh-kanodiya-award) સો વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનું અને વિનોદ ખન્ના જેવા ભારતીય સીને જગતના મહારથીઓની સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયાના અનન્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવેલ છે.