Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > 15 વર્ષના પાર્થે PM મોદીને સ્કેચ મોકલ્યો, તો પીએમએ પત્ર લખી કરી પ્રસંશા

15 વર્ષના પાર્થે PM મોદીને સ્કેચ મોકલ્યો, તો પીએમએ પત્ર લખી કરી પ્રસંશા

0
418

PMએ પાર્થને લખ્યુઃ તમારી પાસે કેન્વાસ પર કલ્પના ઉતારવાની અદભૂત ક્ષમતા

સુરતઃ સુરતના 15 વર્ષના વિદ્યાર્થી પાર્થ ગાંધીએ નરેન્દ્ર મોદીનો કેનવાસ પર સ્કેચ (Modi sketch)બનાવ્યો. સ્કેચ મળ્યા બાદ PM મોદીએ પાર્થને શુભેચ્છા સંદેશ લખી પ્રશંસા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ગમે એટલા વ્યસ્ત હોય પરંતુ તેઓ નાનામાં નાના વ્યક્તિએ જોઈ સુંદર કાર્ય કર્યું હોય તો શુભેચ્છા આપવાનું ચૂકતા નથી, આવા અનેક કિસ્સાઓ છે, ત્યારે  હતો.

ગુજરાત એક્સલુઝિવ સાથેની વાતચીતમાં પાર્થે જણાવ્યું હતું કે હું પાંચમા ધોરણમાં હતો ત્યારે પહેલી વખત મારી મમ્મીનો સ્કેચ બનાવ્યો હતો. ત્યાર બાદ અનેક સેલિબ્રિટીઝના સ્કેચ બનાવ્યા છે.

લોકડાઉનના ફ્રી ટાઇમમાં મને વિચાર આવ્યોઃ પાર્થ

કોરોનાને કારણે લોકડાઉન આવ્યું, જેમાં મારી પાસે ઘણો ફ્રી ટાઈમ મળ્યો હતો. જેથી વિચાર આવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પેઈન્ટિંગ (Modi sketch)બનાવવું જોઈએ. સોશિયલ સાઈટ પર અનેક ફોટો જોયા, જેમાંથી આ મને પસંદ પડ્યો અને પાંચ દિવસની મહેનતથી આ સ્કેચ બનાવ્યું હતું.

મારો સ્કેચ જોઈને પાડોશીએ સ્કેચ (Modi sketch)ને નરેન્દ્ર મોદીને જ મોકલવા કહ્યું હતું. જેથી સ્કેચને વડાપ્રધાન સુધી મોકલવામાં આવ્યું. મને આશા ન હતી કે સ્કેચ (Modi sketch)મળ્યા બાદ વડાપ્રધાન મને પત્ર લખશે.

આ પણ વાંચોઃ VIDEO: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના બેટ્સમેન ડેવિડ વોર્નર બન્યો અમિતાભ બચ્ચન

પાર્થ કહે છે કે મારી પ્રશંસા કરતા વડાપ્રધાને લખ્યું છે કે,

“તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓ મુકવાની અધભૂત ક્ષમતા છે. તમે ભવિષ્યમાં સફળતાની નવી ઊંચાઈએ પહોંચશો.”

પાર્થનું કહેવું છે કે જ્યારે અભ્યાસ કરવાનો કંટાળો આવે ત્યારે સ્કેચ બનાવું છું, સાથે જ પરીક્ષા સમયે પણ સ્કેચ બનાવવાની મજા આવે છે, કારણ કે એનાથી મારો થાક દૂર થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગેજીમાં પાર્થ ગાંધીને જે પત્ર લખ્યો હતો તે આ મુજબ છે.

“Dear Parth, It is a pleasure to receive the beautiful sketch sent by you. I express my gratitude for expressing your affection in such an artistic manner. Your talent reflects your keen power of observation. The ability to translate imagination on the canvas is amazing. The fine understanding of the nuances of sketching starting from a very young age is highly appreciable. I have no doubt that with experience and practice, you will take your creative and artistic skills to higher levels of excellence. May you also continue to blossom in the academic sphere. With best wishes for a bright and successful future.”

માતા નિમિષાએ જણાવ્યું હતું કે, જ્યારે પાર્થ દ્વારા મારો પહેલા સ્કેચ બનાવવામાં આવ્યુ હતું, ત્યારથી જ અમે તેને સપોર્ટ કર્યો હતો. તે કોઈ કોઈ ક્લાસમાં ગયો નથી. તેની જાતે જ તે શીખી રહ્યો છે.

આ પણ વાંચોઃ ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ શું હવે કપિલ શર્મા શોમાં જોવા નહી મળે ભારતી?

PM મોદીની પ્રસંશા અમારા માટે બહુમૂલ્યઃ પાર્થની માતા Modi sketch news

સોશિયલ સાઈટ્સ પરથી તે શીખે છે અને તે વસ્તુઓ જોઈએ છે તે અમને કહે છે એ લાવી આપીએ છીએ. પીએમ નરેન્દ્ર મોદીએ જે પ્રશંશા કરી છે તે અમારા માટે બહુમૂલ્ય છે કારણ કે પાર્થને કારણે આવું શક્ય બન્યું છે, જે અમારા પરિવારમાંથી કોઈએ આવું નથી કર્યું. Modi sketch news

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9