Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા થઇ ગઇ 150ને પાર

અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા થઇ ગઇ 150ને પાર

0
97

24 કલાકમાં કોરોના કેસો વધતા 29 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર ઉમેરાયા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટ (Micro containment Zone)ઝોનમાં પણ વધારો થઇ ગયો. રવિવારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 127 હતી તેમાં સોમવારે 4 વિસ્તાર બહાર કઢાયા હતા.

જ્યારે 29 નવા ઝોનને માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ કરાતા આવા વિસ્તારોની સંખ્યામાં હરણફાળ વધારો નોંધાયો હતો અને તેની સંખ્યા વધીને 152 થઇ ગઇ છે.
હજુ ગત શનિવારે જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન (Micro containment Zone)ની સંખ્યા 105 હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1487 કેસ, અમદાવાદમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ

કોરોના મૃત્યુદર મામલે અમદાવાદ દેશમાં ટોચે

બે દિવસમાં જ આશરે 50 જેટલા વિસ્તારોનો વધારો થઇ ગયો છે. નોંધનીય છે કે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર કોરોના મૃત્યુદરની દૃષ્ટિએ ટોપ પર છે. મુંબઇમાં  3.90 ટકા, કોલકાતામાં 2.50 ટકા, સુરતમાં 2.10 ટકા છે.

જ્યારે અમદાવાદમાં તે તે 4.1 ટકા છે. જે ખરેખર ચિંતાના વિષય છે. હમણા એક સપ્તાહથી કોરોનાએ શહેરમાં વિકરાળ સ્વરુપ લીધું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કોરોના સંક્રમણ અટકાવવા લેવાતા શ્રેણીબદ્ધ પગલાંની દરરોજ સમીક્ષા બેઠક મળે છે. સોમવારે પણ રાબેતા મુજબ રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં અન્ય ડેપ્યુટી કમિશનરો સાથે હેઠળ બેઠક મળી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રાત્રી કફર્યુમાં રેલવે મુસાફરો માટે ખાસ દોડશે AMTS બસો

જેમાં 4 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ (Micro containment Zone)ઝોનમાંથી બહાર કરવાનો અને કોરોનાનો ફેલાવો વધતા નવા 29 એરિયાનો ઉમેરો કરવાનો નિર્ણય લેવાયો હતો.

Micro Containment Zone

Micro Containment Zone

બહાર કઢાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ (Micro containment Zone)વિસ્તારોમાં પશ્ચિમના 3 અને ઉત્તર-પશ્ચિમના એક વિસ્તારનો સમાવેશ થાય છે.

જ્યારે નવા ઉમેરાયેલા 29 કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સૌથી વધુ 14 દક્ષિણ-પશ્ચિમ ઝોનના છે. ત્યાર બાદ દક્ષિણ ઝોનના 7, પશ્ચિમ ઝોનના 5, પૂર્વના 2 અને મધ્યઝોનના એક વિસ્તારોનો સમાવેશ થાય છે.

Micro Containment Zone1

Micro Containment Zone2

Micro Containment Zone2

નવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનના 5-5 વેજલપુર અને ઝોધપુરના વિસ્તારો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં આજથી 15 દીવસ માટે રાત્રી કરફ્યૂ , જાણો કોને મુક્તી મળશે

રાજ્યમાં 24 કલાકમાં 1487 નવા કેસ Micro containment Zone

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં ફરી એકવાર 300થી વધારે કેસ સામે આવ્યા છે. જો કે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1487 કેસ સામે આવ્યા છે. Micro containment Zone

જયારે 17 લોકોના મોત થયા છે, આ સાથે મૃત્યુઆંક વધીને 3876 પર આવી પહોંચ્યો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 1234 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો આંકડો 1,98,899એ પહોંચી છે.