Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પર 50 વર્ષ સુધી રાજ કરનારી બંધુ બેલડીની વિદાય

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પર 50 વર્ષ સુધી રાજ કરનારી બંધુ બેલડીની વિદાય

0
149

મહેશ-નરેશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર 50 વર્ષથી વધુ સમય સુધી રાજ કર્યુ Gujarati actor Naresh death news

ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાંથી આવેલા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાની જોડી (Gujarat news_Mahesh-Naresh death) આપણી વચ્ચે રહી નથી. આ જોડીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર 50 વર્ષથી વધુ સમય સુધી રાજ કર્યુ છે. તેમણે આ 50 વર્ષમાં હજારો ગીતો કમ્પોઝ કર્યા છે અને ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. આ સમયગાળા દરમિયાન નરેશ કનોડિયાએ 72થી હીરોઇનો સાથે કામ કર્યુ છે.

રસ્તા પર સંગીત આપીને શરૂઆત કરનાર મહેશ અને નરેશની જોડી (Gujarat news_Mahesh-Naresh death) દુનિયાભરમાં પ્રખ્યાત થઈ હતી. તેમના કામના લીધે જાણીતા બનેલા મહેશ-નરેશની જોડીએ 150થી વધારે ફિલ્મમાં સંગીત આપ્યુ છે. 1980થી 1990ના દાયકો તો જાણે મહેશ-નરેશનો દાયકો હતો. તેમની ફિલ્મો, તેમનું સંગીત અને તેમના સ્ટેજ શો ગુજરાતની સાથે વિદેશમાં પણ થતા હતા.

આ પણ વાંચોઃ નરેશ કનોડિયાના નિધન સાથે એક યુગ સમાપ્તઃ હિતેન કુમાર

ગુજરાતી ગીતોના વિદેશમાં સ્ટેજ શો કરનારી આ (Gujarat news_Mahesh-Naresh death)પ્રથમ જોડી હતી. આજે ગુજરાતી ફિલ્મ કલાકારો માટે વિદેશમાં સ્ટેજ શોની નવાઈ રહી નથી, પરંતુ તેનો પાયો નાખનારા અને ગુજરાતી સ્ટેજ શો વિદેશમાં પણ સફળતાપૂર્વક કરનારા મહેશ-નરેશ હતા. તેમણે વિદેશમાં ગુજરાતી સ્ટેજ શો માટે નાખેલા પાયાના લીધે આજે કેટલાય ગુજરાતી કલાકારો વિદેશમાં પોતાનું પર્ફોર્મન્સ કરવા સમર્થ બન્યા છે.

નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયાએ ટવિટ કરીને પિતાના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે મહેશ-નરેશ કનોડિયા બંધુ બેલડી રામ લક્ષ્મી જેમ આખી જીવન સાથે રહી. તેમણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં જબરજસ્ત પ્રદાન કર્યુ હતુ. આજે ગુજરાતી ફિલ્મોને લોકપ્રિય કરનારા આ સદાબહાર અભિનેતાની ખોટ હંમેશા સાલશે. Gujarati actor Naresh death news

આ પણ વાંચોઃ નરેશ કનોડિયાએ ભાજપને ચૂંટણીમાં સૌ પ્રથમ જીતના શ્રીગણેશ કરાવ્યા હતા

મહેસાણા જીલ્લાનાં કનોડા ગામમાંથી આવેલાં મહેશ કનોડીયા (Gujarat news_Mahesh-Naresh death)અને નરેશ કનોડીયાની જોડી હવે આપણી વચ્ચે રહી નથી. આ જોડીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર 50 વર્ષથી વધુ સમય સુધી રાજ કર્યું છે. એટલું જ નહીં આ 50 વર્ષમાં તેમણે હજારો ગીતો કમ્પોઝ કર્યા અને સાથે જ ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી. નરેશ કનોડિયાએ 72થી વધુ હિરોઇનો સાથે કામ કર્યું. તેમને 1974માં શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ મળ્યો હતો. તેઓ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

નરેશ કનોડિયાનાં દીકરા હિતુ કનોડિયાએ ટ્વિટ કરીને પિતાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને લખ્યુ છે કે, મહેશ-નરેશ કનોડિયા ભાઇઓ ‘રામ લક્ષ્મણ’ની જેમ આખી જિંદગી સાથે રહ્યાં.