Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખેડા: માઝાની બોટલમાં ગરોળી નીકળતાં હોબાળો, આરોગ્ય મંત્રી સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને ફરિયાદ કરાઇ

ખેડા: માઝાની બોટલમાં ગરોળી નીકળતાં હોબાળો, આરોગ્ય મંત્રી સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને ફરિયાદ કરાઇ

0
345

ખેડા જિલ્લાના ગોબલજ ગામે બનેલી ઘટના

અમદાવાદ: ખેડા જિલ્લાના ગોબલજ ગામ સ્થિત દુકાનમાંથી ખરીદેલી માઝાની એક લિટરની બોટલમાંથી ગરોળી નીકળી હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ રાજયના આરોગ્ય મંત્રી નીતિન પટેલ સહિત ખોરાક અને આષધ નિયમન તંત્રના કમિશનર સહિત વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે. આ અંગે તાત્કાલિક તપાસ કરીને પગલાં ભરવા માંગણી કરી હતી. જેથી ખોરાક અને આષધ નિયમન તંત્રના કમિશનર હેંમત કોશિયાએ વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરીને પગલાં ભરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ જણાવ્યું છે કે, વિવિધ કંપનીઓના ઠંડા પીણાંની સીલબંધ બોટલોમાં કચરા/કાંકરા અને અશુધ્ધિની ફરીયાદો આવે છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થાય છે. આરોગ્ય વિભાગના સત્તાવાળાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અસરકારક પગલાં ભરતા નથી. ગ્રાહક સુરક્ષા સમક્ષ અનેકવાર આ પ્રકારની ફરીયાદો આવે છે. પરંતુ પ્રશાસન બેજવાબદાર અને લાપરવાહી સેવે છે. ત્યાં સુધી કે બોટલીંગ પ્લાન્ટ ઉપર દરોડા પડતા નથી કે તપાસ પણ થતી નથી.

તેમણે કહ્યું કે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રા.લી. કંપનીની માઝાની 1 લિટરની સીલબંધ બોટલમાં ગરોળી હોવાની ગંભીર ઘટના આજરોજ સામે આવી છે. ફરિયાદી ગ્રાહકે 1 લીટર માઝાની બોટલ રોકડા રૂપિયા 50 આપીને ખરીદી હતી. ગ્રાહક પોતાના મિત્ર સાથે ખાલી ગ્લાસમાં માઝા પીવા માટે ખોલવા જતા હતા ત્યારે અચાનક માઝાની સીલબંધ બોટલમાં ગરોળી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેથી ગભરાઇ ગયેલા ગ્રાહકે દુકાનદારને અને તેમણે ડિસ્ટ્રીબ્યુટરને ફરિયાદ કરી હતી. પરંતુ કંપનીની જવાબદારી છે, પોતાનો કોઇ દોષ નથી તેમ કહ્યું હતું. જેથી વલસાડ જિલ્લાના પ્રમુખ અનીસ શેખે જિલ્લાના સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને લડત ઉપાડી છે.

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલ: ચોર કોટવાલને દંડે તેવી નીતિ અખત્યાર કર્યો હોવાનો આક્ષેપ

તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કંપનીનો ફીલીંગ અને બોટલીંગ પ્લાન્ટ ખેડા જિલ્લાના ગોબલજ ગામ સ્થિત છે. માઝા બોટલની બેચ નં. K 0 6 A 1011 અને મેન્યુફેકચરીંગ તા. 6/11/2020 છે. બોટલીંગ પ્લાન્ટમાં પોલંપોલ / લોંલલોલ ચાલતી હોય છે. સરકારી અધિકારીઓ તપાસ કરતા નથી. ચેકીંગ કરતા નથી અને બેદરકારીથી કામકાજ ચાલે છે. ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે કંપનીની સેવામાં ખામી અને બેજવાબદારી અનફેર ટ્રેડ પ્રેકટીસ છે. ગ્રાહકોને અશુધ્ધિવાળા પીણાં વેચવામાં આવે તે અતિશય ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. તેની સામે કાર્યવાહી કરવા માટે સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ કરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9