જામનગરઃ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિક્રમજનક (gujarat-news-jamnagar-penauts)આવક થઈ છે. તેની સાથે અહીં મગફળીના એક મણના 700થી 1,480 રૂપિયાના ભાવ મળવાથી ખેડૂતો ખુશખુશાલ છે. ખેડૂતો અહીં ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે. યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા માટે 800થી વધારે ટ્રકોની લાંબી કતાર લાગી છે. યાર્ડમાં મગફળીની એક જ દિવસમાં 50,000થી વધારે ગુણીની આવક થઈ છે. સરકાર દ્વારા અત્યાર સુધી 1.09 લાખ ખેડૂતોને મગફળી વેચવા માટે મેસેજ મોકલાયા છે. તેની સામે 5,539 ખેડૂતોએ જ મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં 50 કરોડની 94,844 ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ ચૂકી છે.
Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > BREAKING: જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિક્રમજનક આવક