Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GTU બાદ 8મી ડિસેમ્બરથી યોજાનાર ગુજરાત યુનિ.ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ કરાઈ

GTU બાદ 8મી ડિસેમ્બરથી યોજાનાર ગુજરાત યુનિ.ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ કરાઈ

0
97

કોરોનાની વર્તમાન પરિસ્થિતીને જોતા નિર્ણય લેવામાં આવ્યો Gujarat University

અમદાવાદ: GTU બાદ 8મી ડિસેમ્બરથી યોજવનાર તમામ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુદ્દે નિણર્ય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત યુનિવર્સિટીએ 8મી ડિસેમ્બરથી ઓફલાઇન પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. Gujarat University

ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંગળવારે મોડી સાંજે જારી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને 8મી ડિસેમ્બર થી 17મી ડિસેમ્બર સુધીમા યોજવનાર પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. Gujarat University

આ પણ વાંચો: વર્તમાન પરિસ્થિતિમાં GTUની પરીક્ષા મુલત્વી રાખવાનો નિર્ણય

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ સહિત સેમિસ્ટર 3 અને 5ની ઓફલાઈન પરીક્ષા યોજવા મુદ્દે વિધાર્થીઓ તરફે સોશ્યલ મીડીયમ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ગુજરાત એક્સકલ્યુઝીવ દ્વારા સોમવારે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત યુનિવર્સિટી પરિસરની મુલાકાત લેનાર તમામ વ્યક્તિઓ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. Gujarat University

યુનિવર્સીટીએ પરિસરમાં 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લાદયો છે. આ તમામ નિયમો આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી લાગુ રહેશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9