Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

0
107
  • અગાઉ ગુજરાત હાઈકોર્ટના કેટલાક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે

  • 23મી નવેમ્બરથી ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આવેલા એડવોકેટ ચેમ્બર ખોલવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં કોરોનાએ ફરીવાર પગપસેરો કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશને કોરોના થયું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના બે ન્યાયાધીશને કોરોના થયું હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટના કેટલાક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. જેને લીધે હાઈકોર્ટની કામગીરીને બે-ત્રણ દિવસ માટે સ્થગિત કરી આખા કેમ્પસને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 23મી નવેમ્બરથી ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આવેલા એડવોકેટ ચેમ્બર ખોલવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં સરકારે રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી લાદી દીધો રાત્રિ કરફ્યૂ, 20 નવેમ્બરથી અમલ

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) દિવાળી વેકેશન પહેલા જારી કરેલા આદેશ પ્રમાણે હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી અંગેનો નિણર્ય 20મી ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી માટે પ્રાથમિક ધોરણે – 4 જાન્યુઆરી 2021ની તારીખ નક્કી કરવામાં આવી છે, જોકે આ અંગે અંતિમ નિણર્ય 20મી ડિસેમ્બરના રોજ હાઈકોર્ટની કમિટી દ્વારા લેવામાં આવશે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં આવેલ એડવોકેટ ચેમ્બર્સને એકી-બેકી ફોર્મ્યુલા પ્રમાણે ખોલવાનો નિણર્ય લેવાયો હતો. જેમાં એક્કી સંખ્યાવાળા રૂમ નંબર ધરાવતા એડવોકેટ એક દિવસ અને બેક્કી સંખ્યાનો રૂમ નંબર ધરાવતા એડવોકેટ બીજા દિવસે તેમના ચેમ્બરનો ઉપયોગ કરી શકશે તેવો નિણર્ય લેવાયો હતો. ગુજરાત હાઈકોર્ટ બાર એસસોશિયેશનની રજુઆત બાદ 23મી નવેમ્બરથી હાઈકોર્ટમાં આવેલ એડવોકેટ ચેમ્બરને સામાન્ય રીતે ખોલવાનો નિણર્ય લેવાયો હતો. જોકે તમામ વકીલ, સ્ટાફના લોકોને કોરોથી બચાવ માટે સરકાર દ્વારા જારી કરાયેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.