Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, અત્યાર સુધીના સૌથી વધુ કેસો નોંધાયા

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, અત્યાર સુધીના સૌથી વધુ કેસો નોંધાયા

0
177
  • રાજ્યમાં 24 કલાકમાં 1540 કેસ નોંધાયા, વધુ 14નાં મોત Gujarat Corona

  • અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ભયજનક, અત્યાર સુધી 2000થી વધુ લોકોના મોત

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી ગંભીર થતી જાય છે. દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. બુધવારના રોજ જાહેર થયેલા કોરોનાના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. રાજ્યમાં આજે સૌથી વધુ 1540 કોરોનાના કેસો નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધુ છે. જ્યારે 14 કોરોના દર્દીના મોત થયા છે. આ આંકડા ભયજનક છે. જોકે રાહતની વાત એ છે કે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.  Gujarat Corona

પેટાચૂંટણી અને દિવાળી બાદ ગુજરાતમાં કોરોના નિરંકુશ થયો છે. દિવસેને દિવસે કોરોનાના આંકડા વધી રહ્યા છે. વધી રહેલા કોરોનાના આંકડાએ તંત્રની ઉંઘ હરામ કરી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ બુધવારના રોજ સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. આજ રોજ રાજ્યમાં 1540 નવા કોરોનાના કેસો નોંધાયા છે, તેની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 2,01,949એ પહોંચ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં વધુ 14 લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 3,906એ પહોંચ્યો છે.

જોકે રાહતની વાત એ છે કે સાજા થનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. કોરોના વાઇરસના નવા કેસની સામે આજે 1283 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2,01,949 પર પહોંચ્યો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,287 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,287 દર્દીની હાલત સ્થિર છે. Gujarat Corona

આ પણ વાંચો: કોરોના દર્દીઓ માટે નવનિર્માણ કિડની હોસ્પિટલ 30 નવેમ્બરે ખુલ્લી મુકાશેઃ નીતીન પટેલ

રાજ્યમાં કોરોનાના દર્દીઓને ઝડપથી શોધવા માટે ટેસ્ટિંગ પર વધારે ફોકસ આપવામાં આવી રહ્યુ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 91,469 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે. તેની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 74,80,789 કોરોના ટેસ્ટ થયા છે. Gujarat Corona

અમદાવાદ, સુરતમાં સ્થિતિ ભયાનક

અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજ રોજ અમદાવાદ શહેરમાં 326, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 221, સુરત જિલ્લામાં 56 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 9 અને અમદાવાદ જિલ્લામાં 1 દર્દીનો મોત કોરોના કારણે થયો છે. તેની સાથે જ અમદાવાદમાં 2003 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. સુરતમાં પણ 2 દર્દીના મોત કોરોનાના કારણે થયા છે. તેની સાથે જ અત્યાર સુધીમાં સુરતમાં 885 લોકોના મોત કોરોના કારણે થયા છે.

જિલ્લાવાર કોરોનાની સ્થિતિ Gujarat Corona

જિલ્લા પોઝિટિવ કેસ
અમદાવાદ 349
સુરત 277
વડોદરા 169
ગાંધીનગર 81
ભાવનગર 19
બનાસકાંઠા 57
આણંદ 20
રાજકોટ 127
અરવલ્લી 6
મહેસાણા 45
પંચમહાલ 27
બોટાદ 8
મહીસાગર 18
ખેડા 30
પાટણ 49
જામનગર 44
ભરૂચ 26
સાબરકાંઠા 21
ગીર સોમનાથ 9
દાહોદ 16
છોટા ઉદેપુર 5
કચ્છ 19
નર્મદા 4
દેવભૂમિ દ્વારકા 6
વલસાડ 3
નવસારી 7
જૂનાગઢ 20
પોરબંદર 4
સુરેન્દ્રનગર 20
મોરબી 24
તાપી 4
ડાંગ 0
અમરેલી 26
અન્ય રાજ્ય 0

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9