Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GTUના કુલપતિએ ભેટ સોગાદો વેચવા કાઢી, કેમ?

GTUના કુલપતિએ ભેટ સોગાદો વેચવા કાઢી, કેમ?

0
311
  • ઓનલાઈન વેચીને પ્રાપ્ત થયેલ ફંડનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરશે GTU Chancellor

  • અંદાજીત 80,000ની 48 ભેટના ફંડને મુખ્યમંત્રી કન્યા કેળવણી નીધિમાં જમા કરાવવામાં આવશે

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણની સાથે-સાથે દેશ વિકાસમાં સરકારને સહભાગી થવા માટે અનેક પ્રકારે કાર્યરત રહે છે, કોરોનાના કપરાકાળમાં પણ જીટીયુના દરેક કર્મચારીઓ દ્વારા યથાયોગ્ય ફંડ મુખ્યમંત્રી રાહત નીધિમાં જમા કરાવીને પહેલ કરી હતી. તે જ રીતે કન્યા કેળવણી માટે પણ જીટીયુ સતત અગ્રેસર રહે છે. જેના ઉપલક્ષે જીટીયુના કુલપતિપદને મળેલી ભેટ સોગાદોને વેચીને મેળવેલ ફંડનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવાનો નિર્ણય જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા કરવામાં આવ્યો છે. આ સંદર્ભે કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, સન્માન હંમેશા પદનું થતું હોય છે, વ્યક્તિનું નહીં. જેથી કરીને કુલપતિપદને મળેલ તમામ ભેટ સોગાદોને જાહેર જનતાને ખરીદવા માટે અપીલ કરવામાં આવે છે. તેમાંથી પ્રાપ્ત થયેલ ફંડને મુખ્યમંત્રી કન્યા કેળવણી નીધિમાં જમા કરાવવામાં આવશે. GTU Chancellor

જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેરે પણ કુલપતિના આ નિર્ણને સહર્ષ વધાવી લઈને દરેક જાહેર જનતાને જીટીયુના આ નિર્ણયમાં સહભાગી થવા માટે અપીલ કરી છે. GTU Chancellor

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, અત્યાર સુધીના સૌથી વધુ કેસો નોંધાયા

કઈ કઈ છે ભેટ સોગાદ ?

જીટીયુ, કુલપતિપદને વિવિધ જાહેર સમારંભમાં મળેલ 48 જેટલી ભેટ સોગાદોને જાહેર જનતા માટે ઓનલાઈન વેચીને તેમાંથી મેળવેલ અંદાજીત 80,000ના ફંડનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરશે. આ ભેટ સોગાદોમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી, અશોકસ્તંભ, ચરખો, સીદી સૈયદની જાળી જેવી વિવિધ પ્રતિકૃતીઓ, ચાંદી અને સોનાના ઢોળ ચઢાવેલ રાણીછાપ સિક્કા, વિવિધ ફોટોફ્રેમ અને મૂર્તિઓને ઓનલાઈન વેચવા માટે મૂકવામાં આવી છે. GTU Chancellor

કેવી રીતે ખરીદી કરી શકાશે ?

જાહેર જનતા આ ભેટ સોગાદોને જીટીયુની વેબસાઈટની http://vcgift.gtu.ac.in/ લિંક પરથી આગામી 31 ડિસેમ્બર સુધી ઓનલાઈન ખરીદી શકશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9