Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > મધ્યયુગ બાદ પહેલી વખત ગિરનારની લીલી પરિક્રમા બંધ, લાગ્યું કોરોના ગ્રહણ

મધ્યયુગ બાદ પહેલી વખત ગિરનારની લીલી પરિક્રમા બંધ, લાગ્યું કોરોના ગ્રહણ

0
173
  • લીલી પરિક્રમા ભગવાન શ્રીકૃષ્ણના સમયથી ચાલતી હોવાની માન્યતા
  • કોરોના અને અન્ય કારણોસર સરકારે પરિક્રમા બંધ રાખી

જૂનાગઢઃ જૂનાગઢમાં પુરાતન કાળથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા (Lili Parikarama)કોરોનાને કારણે બંધ રાખવી પડી છે. મધ્ય યુગ બાદ પહેલી વખત આ પરિક્રમા બંધ રાખવાની શનિવારે સત્તાવાર જાહેરાત કરાઇ છે.

જૂનાગઢના જિલ્લા કલેક્ટર સૌરભ પરધીએ લીલી પરિક્રમણા આ વર્ષે બંધ રખાઇ હોવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે કોરોના મહામારી અને તેને લીધી સર્જાયેલી પરિસ્થિતને ધ્યાનમાં લઇ સાવચેતીના પગલાં તરીકે પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

તેમણે કહ્યું કે પરિક્રમા (Girnar Lili Parikarama)માં લોકોની ભીડ થાય તો કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયે તેવી શક્યતા છે. તંત્રે લોકોને પરિક્રમા માટે ન આવવા અપીલ પણ કરી છે.

Girnar Lili Parikaramaમાં 10 લાખ લોકો ભાગ લે છે

માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણના સમયથી યોજાતી લીલી પરિક્રમણા મધ્ય યુગમાં અમુક વખત બંધ રખાઇ હોવાનું કહેવાય છે. હાલમાં પરિક્રમામાં 10 લાખ લોકો ઊમટતા હોવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ વિજયના ઉન્માદમાં ભાન ભૂલ્યા ભાજપના આત્મારામ, સુરતમાં સરઘસ કાઢ્યો

સોમનાથ જવાના માર્ગે જૂનાગઢ આવતુ હોવાથી તે સમયે સોમનાથ પર અનેક આક્રમણો થયા હતા. તેથી પરિક્રમણા બંધ રખાઇ હતી.

ત્યારથી છેક હવે કોરોના મહામારીને કારણે લીલી પરિક્રમા (Lili Parikarama) યોજી શકાશે નહીં. જેથી ભક્તો દુઃખી છે. દર વર્ષે કારતક સુધ અગ્યિારસની રાત્રે 12 વાગ્યાથી આ પરિક્રમણા શરુ થાય છે અને કારતક સુદ પુનમે એટલે કે દેવ દિવાળીના દિવસે સંપન્ન થાય છે.

દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો તેમાં ભાગ લેતા હોય છે. આ પરિક્રમા ગરવા ગિરનારમાં 36 કિમીથી વધુના વિસ્તારમાં યોજાય છે. જેમાં ભક્તો-શ્રદ્ધાળુઓ જંગલમાં સ્થિત પૌરાણિક ધર્મસ્થળોના દર્શન કરે છે. સાથે પુણ્યનું ભાથું પણ બાંધે છે.

કોરોના ઉપરાંત પરિક્રમા બંધ રાખવાના મુખ્ય 3 કારણો

  • 1. સરકાર કોઇ પણ પ્રકારના મેળાના આયોજન પર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ બહાર પાડ્યું છે.
  • 2. પરિક્રમા યોજના માટે દર વર્ષે મળતી અનેક વિભાગોની કોઇ મીટિંગ યોજાઇ નહીં.
  • 3. પરિક્રમાના ભક્તો માટે ચા-નાસ્તો અને ભોજન આપતા સેવાભાવિ મંડળોએ અન્નક્ષેત્રોની સેવા આ વર્ષે પુરી પાડવાની ના પાડી દીધી.

પરંપરા કઇ રીતે જળવાશે

વર્ષોથી યોજાતી પરિક્રમાની પરંપરા જળવાશે કે નહીં, તે અંગે ભક્તોને ચિંતા છે. ત્યારે પરંપરા જાળવવા માટે 10થી 15 લોકો પરિક્રમા કરશે. તંત્રે આ અંગે નિર્ણય લીધો છે. પરંતુ પરંપારગત પરિક્રમા બંધ થતા જૂનાગઢના સેંકડો લોકોના ધંધા રોજગારનેઅસર થઇ છે. જેથી તેમને અર્થિક નુકસાન થઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ સુરત ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી PVS સરમાની ધરપકડ

લીલી પરિક્રમાની માન્યતા અને ઇતિહાસ Girnar Lili Parikarama

એવી માન્યતા છે કે લીલી પરિક્રમા ભગવાન શ્રીકૃષ્ણના કાળથી યોજાય છે. શ્રીકૃષ્ણએ પર્વતની પૂજા અને તેને ઇશ્વર સ્વરુપ માની પરિક્રમા કરવાનું લોકોને કહ્યું હતું. અન્ય એક એવી પણ માન્યતા પર્વતે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ શ્રાપમાંથી મુક્તિ માટે ગિરનારની પરિક્રમા કરી હતી. જો કે શ્રાપ કોણે આપેલો, તે અંગે કોઇ માહિતી મળી રહી નથી.

પુરાતન કાળમાં યાત્રીઓ દેવદિવાળીની રાત ભવનાથ તળેટીમાં રોકાતા

પુરાતન કાળમાં ગિરનારની પરિક્રમા (Girnar Lili Parikarama)માં યાત્રીઓ દેવ દિવાળીની રાત્રે ભવનાથ તળેટીમાં રોકાઇ બીજા દિવસે જીણાબાવાની મઢી, સરકડિયા હનુમાન, સુરજકુંડ, પાટનાથ થઇને માળવેલા પહોંચી ત્યાં રાતવાસો કરતા હતા.

ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ હેમાજળિયા કુંડ જઇ બોરદેવી માતાને ત્યાં રાત રોકાતા હતા, તે પછી ચોથા દિવસે ત્યાંથી ભવનાથ પહોંચી પરિક્રમા પૂર્ણ કરતા હતા.

આવાર્ચીન સમયમાં યાત્રિકો કારતક સૂદ અગિયારસે ભવનાથના દર્શન કરી અડધી રાત્રે 12 વાગ્યાથી યાત્રા શરુ કરતા. તે પછી જીણાબાવાની મઢીએ રાત રોકાય. બીજા દિવસે સરકડિયા હનુમાન, સુરજકુંડ થઇ માળવેલાના સ્થળે રાતવાસો કરે.

કાં તો જીણાબાવાની મઢીથી માળવેલાની ઘઓડી ચઢી સીધા માળવેલામાં પહોંચતા. ત્રીજા દિવસે શ્રવણવડ, વાસંતીનાગ, નળપાણીની જગ્યાથી બોરદેવીમાં રાત્રે રોકાય. ચોથા દિવસે દૂધવન ખોડિયાર ઘઓડી ચઢી તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરતા. Girnar Lili Parikarama news

આ પણ વાંચોઃ હાર્દિક પટેલે અજમેર દરગાહની મુલાકાત લીધી, કોરોનાથી મુક્તિ માટે પ્રાર્થના કરી

વર્તમાન યુગમાં ભક્તો કઇ રીતે કરે છે પરિક્રમા

વર્તમાન યુગમાં ભક્તો કારતક સૂદ અગિયારસે ભવનાથ તળેટીમાં રોકાણ કરી બીજા દિવસે સવારે દૂધેશ્વરમાંથી પરિક્રમા (Girnar Lili Parikarama)એ નીકળે છે. સૌથી પહેલાં જીણાબાવાની મઢીએ આરાં કરી સરકડિયા હનુમાન, સુરજકુંડ, વાસંતીનાગ, હેમાજળિયા કુંડ થઇ બોરદેવી માતાજીને ત્યાં રાત રોકાય છે.

ચોથા દિવસે બોરદેવીથી દૂધવન ઢોળાવાળી ખોડિયાર પર્વતની ઘોડી ચઢી ગિરનારની સીડીઓ પાસે પરિક્રમા પૂર્ણ કરે છે.