Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 925 બોન્ડેડ ડોકટરોને બે દિવસમાં મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર થવા ફરમાન

925 બોન્ડેડ ડોકટરોને બે દિવસમાં મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર થવા ફરમાન

0
113
  • હાજર નહીં થનારા ડોક્ટરો સામે એપેડેમિક એક્ટ હેઠળ કલેકટર હેઠળ કાર્યવાહી કરાશે Gujarat news Doctor news
  • વારંવાર જણાવવા છતાં ફરજ પર હાજર થવામાં કસૂર કરનારા ડોકટરો સામે સરકારની લાલ આંખ

અમદાવાદ: દિવાળીના તહેવારોમાં થયેલા સંક્રમણના કારણે (Gujarat news Doctor news)ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરમા કોરોનાના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે રાજયના 33 જિલ્લાના 925 બોન્ડેડ ડોકટરોને તાત્કાલિક ફરજ પર હાજર થવા તાકીદ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જ બે દિવસમાં અમદાવાદ મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર થવા જણાવાયું છે. જે એમ.બી.બી.એસ. ડોકટર્સ આ આદેશનું પાલન નહીં કરે તેમની સામે સંબંધિત કલેકટર દ્રારા એપેડેમિક એક્ટના જાહેરાનામાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

રાજયના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (Gujarat news Doctor news)( આરોગ્ય વિભાગ )ના કમિશનર જયપ્રકાશ શિવહરેએ આજે હુક્મ જારી કર્યો છે તેમાં જણાવ્યું છે કે, રાજયમાં હાલ કોવિડ 19ની પરિસ્થિતિ નાથવા માટે ડોકટર્સ/ તજજ્ઞોની સેવાઓની મોટાપાયે જરૂરિયાત ઊભી થઇ છે. સરકારી મેડિકલ કોલેજ ખાતે પી.જી.માં અભ્યાસ કરનારા તમામ ડોકટર્સ/ તજજ્ઞો પી.જી. અભ્યાસ પૂર્ણ કરી સરકારી સેવાઓ આપવા બંધાયેલા હોય છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કરફ્યુના અમલ માટે પોલીસ કમિશ્નરના નેજા હેઠળ બેઠક યોજાઈ

તે મુજબ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે (Gujarat news Doctor news)કરેલા ઠરાવ અન્વયે તમામ સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે પી.જી. બોન્ડેડ ડોકટર્સ/ તજજ્ઞોએ એન.એચ.એમ. અંતર્ગત તજગ્ન તરીકે 11 માસના કરારીય ધોરણે નિમણૂંક આપતાં આદેશો કર્યા છે. આ આદેશ પૈકી અમુક બોન્ડેડ ડોકટર્સ હજુ સુધી ફરજ પર હાજર થયા નથી. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના પત્રથી સરકારે રાજયમાં સરકારી મેડિકલ કોલેજમાંથી હાલના વર્ષ ગ્રેજ્યુએટની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બોન્ડેડ ડોકટરોને બોન્ડેડ સર્વિસનો લાભ આપી અને તેનો હોસ્પિટલમાં તેઓની સેવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ કરફ્યુના લીધે વેડિંગ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો, શહેરમાં બે દિવસમાં 1,600 જેટલાં લગ્નઃ ઇવેન્ટ મેનેજર્સ

હાલ સરકારી ક્ષેત્રમાં ઉપલબ્ધ ડોકટરો/તજજ્ઞો કોવિડની પરિસ્થિતિ (Gujarat news Doctor news) સાથે છેલ્લાં આઠ મહિનાથી સતત સેવાઓ આપી રહ્યાં છે તેમ જ સર્વેલન્સ અને સારવાર આપવા માટે તેમ જ કોવિડ અને અન્ય બિમારીઓમાં મોટાપાયે સંક્રમણ હોવાથી વધારે ડોકટર/ તજજ્ઞોની તાત્કાલિક જરૂરિયાત છે. હાલમાં સરકારી દવાખાનાઓમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને સારવાર આપવામાં મુશ્કેલી થાય છે. આથી સામાન્ય પ્રજાને કે દર્દીઓને કોઇ હાલાકી ભોગવવી ના પડે તે માટે જે બોન્ડેડ ડોકટર્સ / તજજ્ઞો હાજર થયા નથી. તેઓની સેવાઓ એપેડેમીક એક્ટ 1997ની જોગવાઇ હેઠળ લેવા જરૂરી જણાય છે તેવી મને ખાત્રી થઇ છે. આથી તમામ એમ.બી.બી.એસ. બોન્ડેડ ડોકટર્સને તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવવામાં આવે છે.

કયા જિલ્લાના કેટલાં બોન્ડેડ હાજર થયા નથી Gujarat news Doctor news

જિલ્લો હાજર નહીં થયેલા બોન્ડેડ ઉમેદવારની સંખ્યા 

જિલ્લો           હાજર નહીં થયેલા બોન્ડેડ ઉમેદવારની સંખ્યા
અમદાવાદ 5
આણંદ           12
સુરેન્દ્રનગર      15
ગાંધીનગર       1
મહેસાણા         1
પાટણ           8
બનાસકાંઠા      33
સાબરકાંઠા       19
અરવલ્લી        9
વડોદરા                 8
છોટાઉદેપુર      168
ભરૂચ            22
દાહોદ           253
નર્મદા           101
પંચમહાલ       31
મહીસાગર       3
સુરત            19
ડાંગ             30
નવસારી         10
તાપી            23
વલસાડ                 33
રાજકોટ         10
મોરબી          1
કચ્છ            49
જામનગર       12
દેવભૂમિ દ્રારકા 6
પોરબંદર        3
ભાવનગર       3
બોટાદ           7
અમરેલી         14
જૂનાગઢ 3
ગીર સોમનાથ 2
ખેડા             11
કુલ              925