Gujarat Exclusive > The Exclusive > સરકારની વિવિધ યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર તત્પર: નાયબ મુખ્યમંત્રી

સરકારની વિવિધ યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર તત્પર: નાયબ મુખ્યમંત્રી

0
50
  • પ્રજાને લગતી સેવાઓ અને વહીવટી કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી સેવાઓ ઓનલાઇન કરી ઝડપી અને સરળ બનાવી: મહેસૂલ મંત્રી 

  • નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા ખાતે નવ નિર્મિત અધતન તાલુકા સેવા સદનના બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ Deputy CM Nitin Patel

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સેવા સદનના બિલ્ડિંગનું ઇ લોકાર્પણ કર્યું. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુ કે ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્ર થકી રાજ્યભરની વિવિધ જનહિતકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર હર હંમેશ માટે તત્પર છે. રાજ્યના કોઇપણ છેવાડાના નાગરિકો સરકારની યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે લક્ષ્ય સાથે અમારી સરકાર કાર્યરત છે અને એટલે જ છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતા અમારી પડખે ઉભી છે.  Deputy CM Nitin Patel

પ્રજાકીય સરકારી કામગીરી પ્રજાને ખુબ ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત થાય તે માટે તાલુકા સેવા સદનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. અંદાજે સાડા દસ કરોડના ખર્ચે નવ નિર્મિત આ સેવા સદન ગરૂડેશ્વર તાલુકાના નાગરિકોને અર્પણ કરતા પટેલે ઉમેર્યુ કે, ગુજરાતની વિકાસયાત્રા પાછળ ગરૂડેશ્વર તાલુકાનો ખુબ મોટો ફાળો છે. રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ વધી તેના કારણે જ ગુજરાતની વિકાસયાત્રા વધી છે જેના મુળમાં નર્મદામૈયા છે અને તેથી જ ગરૂડેશ્વર તાલુકાનો ફાળો ગુજરાતની વિકાસયાત્રામાં સવિશેષ છે.  Deputy CM Nitin Patel

આ પણ વાંચો: PM મોદી કહે છે માસ્ક જ વેકસીન છે: નર્મદા કલેકટર જ PM ની સલાહ ભૂલ્યા!

પટેલે વધુમાં ઉમેર્યુ કે પ્રજાની આકાંક્ષા અને અપેક્ષાને સંતોષવા તથા તેને પૂર્ણ કરવા અમારી સરકાર સફળ પ્રયત્નો કરી રહી છે. કોઇપણ વિદ્યાર્થીને આવકના-જાતિના કે અન્ય દાખલાઓ માટે અગવડ ન પડે અને કોઇપણ ખેડૂત કે નાગરિકને અસુવિધાનો સામનો ન કરવો પડે અને સેવાનો ઝડપથી લાભ મળે તે માટે આ તાલુકા સેવા સદન મહત્વનું સાબિત થશે. Deputy CM Nitin Patel

તાલુકા કક્ષાએ નાગરિકોને સરકારી સેવાઓ માટે વધુ દૂર ન જવુ પડે તે ધ્યાને લઇ રાજ્ય સરકારે નવીન તાલુકાઓની રચના કર્યા બાદ નવા બનેલા તાલુકા મથકોએ સરકારી કચેરી માટે સુવિધાસભર મકાન ઉપલબ્ધ કરાવ્યા છે. આજે લાભપાંચમના દિવસે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા ખાતે નવ નિર્મિત અધતન તાલુકા સેવા સદનના બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું. ટેકનોલોજીથી સુસજ્જ લીફ્ટ, જીસ્વાન રૂમ, કોન્ફરન્સ રૂમ અને વિશાળ પાર્કિગ સહીતની સુવિધાઓથી સજ્જ આ બે માળના બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું.  Deputy CM Nitin Patel

આ પણ વાંચો: અમદાવાદમાં સરકારે રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી લાદી દીધો રાત્રિ કરફ્યૂ, 20 નવેમ્બરથી અમલ

મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ‘‘મીનીમમ ગવર્મેન્ટ મેક્ઝીમમ ગવર્નન્સ’’ નો કાર્યમંત્ર આપ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી સરકાર આ મંત્રને અપનાવીને રીફોર્મ્સ ઉપર ખાસ ભાર મૂકી રહી છે. સુધારવા જેવી લાગતી પોલીસીઓ બદલીને ‘પોલીસી રીફોર્મ્સ’, કાર્યપદ્ધતિમાં બદલાવ લાવીને ‘પ્રોસીઝર રીફોર્મ્સ’ ‘પેપર વર્ક રીફોર્મ્સ’ અને ‘હ્યુમનરીસોર્સ’ રીફોર્મ્સ’ થકી ગુડ ગવર્નન્સ રાજ્યમાં પ્રસ્થાપિત કર્યુ છે. Deputy CM Nitin Patel

પ્રજાને લગતી સેવાઓ અને વહીવટી કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગુજરાત સરકારે મોટાભાગની મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરી દઇ આ તમામ સેવાઓ ઝડપી અને સરળ બનાવી દીધી છે. એટલુ જ નહી રાજ્ય સરકારના સકારાત્મક અભિગમ થકી રાજ્યના વિકાસ અને જનતાની સુખાકારી માટે મહેસૂલ વિભાગ દ્વારા લેવાયેલા 100થી પણ વધુ જનહીતલક્ષી અને ક્રાંતિકારી મહેસૂલી નિર્ણયો દ્વારા વિકાસયાત્રા અવિરત ચાલુ છે. Deputy CM Nitin Patel

આ પ્રસંગે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.બી.વસાવા તથા ગરૂડેશ્વર ખાતે સાંસદ સર્વે ગીતાબેન રાઠવા, મનસુખભાઇ વસાવા સહિત પદાધિકારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.