Gujarat Exclusive > ગુજરાત > BREAKING: અમદાવાદ પછી હવે સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલથી રાત્રિ કરફ્યુઃ નીતિન પટેલ

BREAKING: અમદાવાદ પછી હવે સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલથી રાત્રિ કરફ્યુઃ નીતિન પટેલ

0
244

રાજ્યમાં 200 સભ્યોનો લગ્ન સમારંભ દિવસના સમયમાં થઈ શકશેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલ રાતે નવથી સવારે છ વાગ્યા સુધી (gujarat-news-curfew-news) રાત્રિ કરફ્યુ લાદવાની જાહેરાત કરી છે. આમ અમદાવાદ પછી વધુ ત્રણ શહેરોમાં રાત્રિ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આમ આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના નવથી સવારના છ સુધીનો રાત્રિ કરફ્યુ આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી જારી રહેશે. શુક્રવારે સાંજે પાંચ વાગે મુખ્યમંત્રીના નિવાસ્થાને મળેલી હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિના સમીક્ષા કરીને વિવિધ નિર્ણયો લેવાયા હતા.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંકુશમાં હોવાનો નીતિન પટેલનો દાવો

અમદાવાદમાં કોરોનાનો આંકડો 305 સાથે (gujarat-news-curfew-news) ઊંચા સ્તરે પહોંચ્યો છે અને રાજ્યમાં કોરોનાનો આંકડો 1,420 પર પહોંચ્યો છે તેની સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે કે સરકાર કોરોના પર મહદ અંશે કાબૂ કરવામાં સફળ થઈ છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલોમાં બેડની સંખ્યા ખૂટી પડી હોવાની ચાલેલી વાત ખોટી છે, લોકોને ડરાવવા માટે આવી અફવાઓ ફેલાવાઈ રહી છે. તેમણે આરોગ્યની તમામ સેવાઓ કાર્યક્ષમતાપૂર્વક ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો.તેની સાથે નાગરિકોએ ડરવાની કે ભયભીત થવાની જરૂર નથી પણ સાવચેત રહેવુ તેમ કહ્યુ હતુ. આ ઉપરાંત તેમણે 200 સભ્યોની લગ્ન સમારંભમાં છૂટ મળી છે તો દિવસના સમયમાં તેટલા સભ્યોને લઈને લગ્ન સમારંભ થઈ શકશે તેમ જણાવ્યું હતું.

બેડ ખૂટી પડ્યાના દાવાને ડેપ્યુટી સીએમે નકાર્યો

તેમણે બેડ ખૂટી પડ્યાના દાવાને નકારી કાઢ્યો છે. (gujarat-news-curfew-news) અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1,200 બેડની વ્યવસ્થા છે. 1,200 પથારીની હોસ્પિટલમાં 971 દર્દીઓ દાખલ. સોલા સિવિલમાં હાલ 400 આઇસોલેશન અને 40 આઇસીયુ બેડ છે. સોલા સિવિલમાં 600 દર્દીઓ સામાન્ય ઓક્સિજનની સારવાર લઈ રહ્યો છે. આ સિવાય ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં બેડ ખાલી દોવાનો દાવો કર્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ તેમણે 120 આઇસીયુ બેડ ઉમેરાયા હોવાનું જણાવ્યું હતું.

તેની સાથે સોલા સિવિલમાં પણ બેડ વધારવાની (gujarat-news-curfew-news) સૂચના આપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટમલાં હજી પણ 60 આઇસીયુ બેડ ખાલી હોવાનું કહેવાયું હતું. સોલા સિવિલમાં 270 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સિવાય સિવિલની કેન્સર હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે અલગ બેડ રાખવામાં આવ્યા છે અને કિડની હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે 160 બેડ અલગ રાખવામાં આવ્યા છે.

મેડિકલ કોલેજોમાં પણ ઊભી કરાયેલી સગવડની આપી માહિતી

આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગર, કરમસદ મેડિકલ કોલેજ (gujarat-news-curfew-news) અને નડિયાદ મેડિકલ કોલેજમાં પણ કોરોનાના દર્દીઓ માટે સગવડ ઊભી કરવામાં આવી છે. આમ બધા જ જિલ્લામાં બધા લોકોને સેવા મળી રહે તે સઘન પ્રયાસો જારી છે. દરેક શહેરના ગ્રામીણ વિસ્તારના લોકોને પણ સગવડો મળે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ગઈકાલે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,340 હતી. આજે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ સંખ્યા 1,420 થઈ છે. અમદાવાદમાં 305 કેસ થયા છે. સંક્રમણ રોકવામાં સફળતા મળી હોવાનો નાયબ મુખ્યમંત્રીનો દાવો. રાજ્ય સરકાર અને કોર્પોરેશનો પોતે ટેસ્ટિંગ તો કરે જ છે પરંતુ નાગરિકો પણ હવે સામે ચાલીને ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. નાગરિકોએ ડરવાની જરૂર નથી. આજની હાઇ પાવર બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

  • જાહેર અને ખાનગી તબીબી સેવા યથાવત રહેશે
  • ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયામાં છૂટ
  • 20 ડાઘુઓ સાથે અગ્નિ સંસ્કારની અનુમતી
  • લગ્ન માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી
  • રેલવે અને હવાઈ મુસાફરી માટે ટેક્સ અને કેબ સર્વિસ યથાવત
  • અનિવાર્ય સંજોગોમાં બહાર જવા માટે પોલીસ ખાસ પાસ આપશે
  • આવશ્યક ચીજવસ્તુના તમામ યુનિટો ખુલ્લા રહેશે
  • બેન્કોના એટીએમ પણ ખુલ્લા રહેશે