Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કરફ્યુમાં ગરીબોની મદદે આવી પોલીસ, બે વખત જમવાની વ્યવસ્થા કરી

કરફ્યુમાં ગરીબોની મદદે આવી પોલીસ, બે વખત જમવાની વ્યવસ્થા કરી

0
73

 લોકો બહાર નીકળી ન પડે તે માટે પોલીસનો સંકલિત અભિગમ

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનો ચેપ વધવાથી સરકારે લાદેલા વીકેન્ડ કરફ્યુના લીધે રોડ પર અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંક ખાવાના ફાંફા પડી ગયા હતા. આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદે અમદાવાદ પોલીસ(Gujarat news Curfew news)અને સ્વયંસેવી સંગઠન આવ્યા હતા. અમદાવાદ પોલીસે સવારથી જ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રોડ અને ફૂટપાથ પર રહેતા લોકોને જમવાનું આપ્યું હતું. તેઓને સવાર અને સાંજે એમ બંને સમય પોલીસ જમવાનું આપશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ સોસાયટીમાં 80 જણા કોરોના પોઝિટિવ

આ અંગે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અમદાવાદમાં કરફ્યુ દરમિયાન રોડ પર રખડતા ભટકતા ભિખારીઓને જમવાનું પહોંચાડવા આદેશ કરતાં લાઇસન્સ ઇન્ટરનેશનલ ક્લબ અને અક્ષયપાત્ર સાથે મળી શહેરમાં અંદાજે 11,000થી વધુ લોકોને જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ હેડક્વાર્ટર પરથી જમવાનું લઈ ગયા હતા અને તેમના વિસ્તારમાં રખડતા, ભટકતા લોકો, ભિખારી અને ગરીબોને જમવાનું આપ્યું હતું.

શાહીબાગ પોલીસ દ્વારા શાહીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર(Gujarat news Curfew news) રહેતા લોકોને પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં હજારો લોકો રોડ પર રહે છે. લોકડાઉન સમયે તેઓને જમવાની સમસ્યાઓ થતા અમદાવાદ પોલીસ અને જુદા-જુદા એનજીઓ દ્વારા તેઓને જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું. આમ ગરીબોને મદદ કરવા માટે લોકો લોકડાઉનમાં બહાર ન નીકળી પડે તે માટે શહેર પોલીસે ગરીબોને જમવાની વ્યવસ્થા જાતે જ ઉપાડી લીધી હતી. આ માટે તેમણે સ્વયંસેવી સંગઠનોની મદદ લીધી હતી. આ સંગઠનોએ પણ મદદ કરવાની પૂરતી તૈયારી દર્શાવી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9