Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જે.બી.જ્વેલર્સમાંથી દાગીના ચોર ગ્રાહક, કપડા ભાડે આપતા શેઠના 1.62 લાખ ઉપાડી જનાર નોકર ઝડપાયા

જે.બી.જ્વેલર્સમાંથી દાગીના ચોર ગ્રાહક, કપડા ભાડે આપતા શેઠના 1.62 લાખ ઉપાડી જનાર નોકર ઝડપાયા

0
221
  • ક્રાઈમબ્રાન્ચે બે ચોરીના ભેદ ઉકેલ્યા: ચોરોએ કરી કબલાત
  • શેઠએ સારવાર માટે ઉપાડની ના પાડતા નોકરે કરી ચોરી

અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે ચોર ગ્રાહક અને શેઠના નોકરની ધરપકડ કરી શહેરમાં બે ચોરીનો ભેદ ઉકેલ નાંખ્યો છે. વેજલપુરના જે.બી.જ્વેલર્સ (JB Jewelers Thief) માંથી ગ્રાહકના સ્વાંગમાં દાગીનાની ચોરી કરનાર ગ્રાહકને ઝડપી પાડ્યો.

જ્યારે નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર શૂટ અને શેરવાનીના શોરૂમમાંથી રોકડની ચોરી કરનાર નોકરને પણ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. તેણે પોલીસ તપાસમાં અકસ્માતની સારવાર માટે શેઠએ એડવાન્સ રકમ આપવાની ના પાડતા ધાગા શોરૂમમાં નોકરે ચોરી કર્યાની કબૂલાત કરી છે.

પ્રથમ કેસમાં વેજલપુરના જે.બી.જ્વેલર્સ (JB Jewelers Thief)માંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલા પતિ-પત્નીએ વેપારીની નજર ચૂકવી રૂ.1.60 લાખની મતાની બે બંગડીઓની ચોરી કરી હતી.

આ પણ વાંચોઃ ઓનલાઈન ડાયમંડ જવેલરી વેપારીના રુ.10 લાખના દાગીના ચોરી નોકર ફરાર

JB Jewelers Thief નરોડામાંથી પકડાયો JB Jewelers Thief news

ક્રાઇમબ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડાના સ્કોડના પીએસઆઈ એ.પી.જેબલીયા અને એસ.પી.ગોહિલ એ બાતમી આધારે આરોપી કમલેશ ઉર્ફ રાજુ થાવર રંગવાણી (ઉં,47), રહે, સ્વામિનારાયણ પાર્ક, હરીદર્શન ચાર રસ્તા, નરોડાની ધરપકડ કરી હતી.

આરોપીએ પત્ની સાથે ગ્રાહકના સ્વાંગમાં જઈ જે.બી.જવેલર્સ (JB Jewelers Thief) માંથી બે બંગડીની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદામાલ કબ્જે કર્યો હતો.

ચોરીના અન્ય બનાવમાં નવરંગપુરાના સી.જી.રોડ પર શૂટ અને શેરવાની ભાડે આપવાનો વ્યવસાય કરતા ધાગા શોરૂમના માલિકે તેઓના ત્યાંથી રૂ.1.62 લાખની રોકડની ચોરી થયાની ફરિયાદ કરી હતી. સીસીટીવી ફુટેજમાં ચોરી નોકરે કર્યાંની વિગત ખુલી હતી.

ધાગા શોરુમનો નોકર વાડજમાંથી ઝડપાયો

ક્રાઈમબ્રાન્ચના પીઆઈ જે.પી.રોજીયાના સ્કોડના પીએસઆઈ આઈ.એસ.રબારી અને એમ.બી.દેસાઈ એ બાતમી આધારે ચોરી કરનાર આરોપી જીગર રમેશ પરમાર રહે, જય મહાદેવનગર, વાડજની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ માઉન્ટ આબુ ફરવા ગયેલા ગુજરાતી પર્યટકો પર હુમલો, કુહાડીના ઘા ઝીંકાયા

સ્ટાફના માણસો જમવા ગયા ત્યારે હાથ સાફ કર્યો

જીગરે પોલીસને જણાવ્યું હતું કે, ગત તા.25-11-2020ના રોજ પલક ચાર રસ્તા પર તેનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં સામાન્ય ઇજા થતાં જીગરે શેઠ પાસે ઉપાડ માંગ્યો હતો. શેઠએ પૈસા આપવાની ના પાડી હતી. JB Jewelers Thief news

આથી શો રૂમમાં રિશેષ સમયે સ્ટાફના માણસો જમવા ગયા ત્યારે તક જોઈને લોકરમાંથી પોતે રૂ.1.62 લાખની મતાની ચોરી કરી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9