Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોવિડ હોસ્પિટલોમાં કેમ CCTV જરુરી?

કોવિડ હોસ્પિટલોમાં કેમ CCTV જરુરી?

0
87
  • ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિની મુખ્યમંત્રી રુપાણી સમક્ષ કરી માંગ
  • દર્દીને તેના સગા જોઈ શકે અને બિલ અંગે સર્જાતા વિવાદ અટકાવી શકાય

અમદાવાદ: ગુજરાતમાં કોવિડ-19 હોસ્પિટલોમાં સીસીટીવી (Covid Hospital CCTV) કેમેરા ફરજિયાત મૂકવાની માગ બળવત્તર બની છે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ મુખ્યમંત્રી સમક્ષ કરી માંગ છે કે હોસ્પિટલોની મનમાની રોકવા, દર્દીને સગા જોઇ શકે તે માટે અને બિલ અંગેના વિવાદને રોકવા માટે કોવિડ-19 હોસ્પિટલોમાં (Covid Hospital CCTV) કેમેરા મૂકવા જોઇએ.

કોરોના મહામારીએ ચોતરફ હાહાકાર મચાવ્યો છે. તેનાથી સરકાર જ નહીં પણ પ્રજા ત્રાહિમામ પોકારી ગયા છે. આ રોગને નાથવા સરકાર તરફથી વિવિધ પગલાં ભરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આરોગ્ય સેન્ટર મંજુર કરાયેલી સંખ્યા પ્રમાણે ન હોવાની હાઈકોર્ટમાં રજુઆત

કોરોનાના દર્દીને સારવારથી માંડીને દર્દીઓને મળવા બાબતે અનેક પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે આ પ્રશ્નનો ઉકેલ અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને Covid Hospital CCTV સહિત કેટલાક સુચનનો અમલ કરવા માગણી કરી છે.

સમિતિના પ્રમુખ મુકેશ પરીખે CMને લખ્યો પત્ર

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સિવિલ સહિત સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

દર્દીઓને તેમના સગાં મળી શકતા નથી. કેમ કે તેમની મુલાકાત પર સાવચેતી ના ભાગરૂપે પ્રતિબંધ છે. તેવા સંજોગોમાં સરકારે તમામ હોસ્પિટલના કોવિડ રૂમ (Covid Hospital CCTV)માં કેમેરા ફરજીયાત મુકવાનો નિયમ કરવો જોઈએ.

તેનાથી ભવિષ્યમાં ઉભા થતા બિલ સામેના અનેક સવાલોનો ઉકેલ આવી જાય. તેથી વિશેષ પારદર્શિતા જળવાશે. અને દર્દીઓને તેમના પરિવારજનો જોઈ શકશે તેનાથી વિશ્વાસ ઉભો થશે.

તેમણે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે હોસ્પિટલો વિવિધ સર્વિસ ચાર્જનું ભાવપત્રક ડિસ્પ્લે દ્વારા રજૂ કરે. કેમ કે સરકારી નિયત્રીત ચાર્જીસ અંગે પ્રજાને કોઈ માહિતી નથી.હોસ્પિટલો મનમાની કરી મનસ્વી રીતે લાખો રૂપિયાના બિલો થમાવી દે છે.

આ પણ વાંચોઃ કોરોના દર્દીઓ માટે નવનિર્માણ કિડની હોસ્પિટલ 30 નવેમ્બરે ખુલ્લી મુકાશેઃ નીતીન પટેલ

AMC સાથે થયેલા કરાર મુજબ બિલ નથી બનતા Covid Hospital CCTV news

હોસ્પિટલો AMC સાથે થયેલા કરાર મુજબ બિલ બનાવતી નથી. જેના કારણે વીમા કંપનીઓ દાવાની રકમમાં કાપકુપ કરે છે. તેનો ભોગ દર્દી અને તેના સગાઓ બને છે. દર્દીઓને લૂંટતી હોસ્પિટલોને મોટી રકમનો દંડ કરીને તે રકમ દર્દી પાછળ વાપરવી જોઈએ. Covid Hospital CCTV news

તેમણે છેલ્લે એવી પણ માંગ કરી છે કે હોસ્પિટલો દર્દીના બેડ સહિતની વિગતો ડિસ્પ્લે મારફતે રજૂ કરે અને અર્બન હેલ્થ સેન્ટર, સિવિક સેન્ટરો અને હોસ્પિટલોમાં ઇન કમિંગ ફોનની વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

તેમાં દર્દીઓને હોસ્પિટલોના ચાર્જીસ, સુવિધા તેમ જ ખાલી બેડ બાબતે પૂરતી જાણકારી અને માહિતી આપે. અને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા મથકો પર કલેકટર કચેરીમાં 24 કલાકના કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા જરૂરી હોવાની રજુઆત કરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9