Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ-ગાંધીનગરમાં કોરોનાથી મોતના આંકડામાં સાચુ કોણ, સ્મશાનગૃહ કે આરોગ્યવિભાગ?

અમદાવાદ-ગાંધીનગરમાં કોરોનાથી મોતના આંકડામાં સાચુ કોણ, સ્મશાનગૃહ કે આરોગ્યવિભાગ?

0
142

અમદાવાદમાં 25 નવેમ્બરે છ સ્મશાનગૃહોમાં 90ને અપાયો અગ્નિદા, કોર્પો.ના ચોપડે 9ની જ નોંધ

ગાંધીનગરઃ સરકાર દ્વારા એકબાજુ કોરોનાથી થતા મોત ચોપડે (Gujarat news Corona news)ઓછા બતાવાઈને ઊંચા રિકવરી રેટનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ રાજ્યના બે શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસના બનાવ અલગ જ હકીકત દર્શાવે છે.

અમદાવાદમાં 25 નવેમ્બરના જ આંકડા લઈએ તો(Gujarat news Corona news) તે દિવસે શહેરના છ સ્મશાનગૃહોમાં કોરોનાથી મૃત્યુ પામેલા કુલ 90 જણને અગ્નિદાહ દેવામાં આવ્યો હતો અને તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાથી મૃત્યુ પામેલા ફક્ત 9 જણ જ બતાવ્યા છે.

એકલા જૂના વાડજના સ્મશાનગૃહમાં જ 35ની અંતિમવિધિ(Gujarat news Corona news) થઈ હતી. આજે અમદાવાદમાં પરિસ્થિતિ એ છે કે સ્મશાન ગૃહોમાં વેઇટિંગ ચાલે છે. મૃતદેહ લઈને આવનારાઓએ અંતિમ વિધિ માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. એમ્બ્યુલન્સના ડ્રાઇવરો કહે છે કે રાહ જોઈ-જોઈને તેઓ કંટાળી જાય છે. તેમના હોસ્પિટલ અને  સ્મશાન વચ્ચેના એક પછી એક ફેરા ચાલુ રહે છે. સામાન્ય રીતે દિવસમાં ત્રણથી ચાર કોલ એટેન્ડ કરનારા 108ના ડ્રાઇવરોએ આજે ખડેપગે ઊભા રહેવું પડે તેવી સ્થિતિ છે.

આ પણ વાંચોઃ 108ના કર્મચારીઓને ખખડાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

તેની સાથે ગાંધીનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ગાંધીનગરના (Gujarat news Corona news)સેક્ટર-30ના સ્મશાનગૃહમાં છેલ્લા 10 દિવસમાં 16થી 26 નવેમ્બર દરમિયાન 118ના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેની સામે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે માંડ બાવીસના મોત દર્શાવાયા છે. આમ અમદાવાદ અને ગાંધીનગરના કોર્પોરેશનો સાચા આંકડા કેમ છૂપાવી રહ્યા છે.

તેઓ શા માટે સાચા આંકડા આપતા નથી. સ્મશાનગૃહોને કોનો આદેશ છે કે (Gujarat news Corona news)કોરોનાથી મોતના આંકડાની વાત ન કરવી. કોરોનાથી મૃત્યુ થયુ હોય તો મોતના કારણમાં માંદગી દર્શાવવી. તેઓને આ પ્રકારના આદેશ કોણે આપ્યા છે. કોર્પોરેશન કોના આદેશને પગલે સાચી હકીકત છૂપાવે છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં વેક્સિન વિતરણ જુદા-જુદા ચાર તબક્કામાં કરવામાં આવશેઃ રૂપાણી

આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે મને સ્મશાનગૃહોના આંકડામાં જરા પણ વિશ્વાસ નથી, કારણ કે તેઓ યોગ્ય રીતે ચોપડા રાખતા નથી. તેના કરતાં મને આરોગ્ય વિભાગના આંકડામાં વધારે વિશ્વાસ છે. આ સિવાય દરેક હોસ્પિટલ પાસે તેમને ત્યાં થયેલા મૃત્યુના આંકડા કારણો સાથે છે, તેની સાથે કોર્પોરેશનના આંકડા સરખાવવા જોઈએ. આમ તેમણે આ રીતે કોઈપણ પ્રકારના આંકડા છૂપાવવામાં આવી રહ્યા હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9