Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં દોઢ મહિના બાદ1 દિવસમાં 1300થી વધુ કોરોના કેસ નોંધાયા

ગુજરાતમાં દોઢ મહિના બાદ1 દિવસમાં 1300થી વધુ કોરોના કેસ નોંધાયા

0
115
  • રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,92,982 થઇ
  • વધુ 7 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 3830 પર પહોંચ્યો

અમદાવાદઃ દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો (Corona case Increase)આવ્યો છે. આશરે દોઢ મહિના એટલે કે 46 દિવસ બાદ રાજ્યમાં ફરી 24 કલાકમાં 1300થી કોરોનાના કેસ નોંધાયા છે.

ગુરુવારે આંકડો 1340 થયો. અગાઉ 3 ઓક્ટોબરે 1343 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,92,982 થયો (Corona case Increase) છે.

7 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક 3830એ પહોંચ્યો છે. 1113 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આમ કુલ 176475 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54907 ટેસ્ટ કરવામાં આવ્યા.

અત્યાર સુધીમાં કુલ 70.33 લાખ ટેસ્ટ થયા છે. હાલ રાજ્યમાં 12677 એક્ટિવ કેસ છે. જેમાંથી 87 દર્દી વેન્ટિલેટર પર છે અને 12590 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચોઃ નવું શૈક્ષણિક સત્ર, હાજરી મરજિયાત અને ઓનલાઇન શિક્ષણ બંધ નહીં થાયઃ ચુડાસમા

અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસ 46,269 નોંધાયા

અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસ 46,269 નોંધાયા. જેમાંથી 1952 દર્દીનાં મોત થઇ ગયા. જ્યારે 41,002 દર્દી સાજા થયા છે. ત્યાર બાદ સુરતમાં 40630 દર્દીમાંથી 868નાં મોત થયા છે અને 38381 ડિસ્ચાર્જ થયા છે.

વડોદરાના આંકડા જોઇએ તો 18208માંથી 216 દર્દીએ જીવ ગુમાવ્યા. જ્યારે 16317 રિકવર થઇ ગયા. રાજકોટમાં પણ પરિસ્થિતિ થોડી ગંભીર છે. ત્યાં કુલ 14877 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમાંથી 13510 સાજા થઇ ઘરે ગયા. જ્યારે 169નાં માતે નીપજ્યાં હતા.

5 ઓક્ટો.થી 5 નવેમ્બર સુધી રિકવરી દર્દીની સંખ્યા વધુ Corona case Increase news

રાજ્યમાં 5 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી અમુક દિવસોને બાદ કરતા કોરોનાના નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ હતું. જેથી રિકવરી રેટ સુધરી રહ્યો હતો. પરંતુ ત્યાર બાદ બાદ કોરોનાના નવા કેસો વધવા (Corona case Increase) માંડ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સરકારે રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી લાદી દીધો રાત્રિ કરફ્યૂ, 20 નવેમ્બરથી અમલ

રાજ્યમાં 1 ઓક્ટોબરથી અત્યાર સુધી કોરોનાની સ્થિતિ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
14 નવેમ્બર 1,124 6 995
15 નવેમ્બર 1070 6 1001
16 નવેમ્બર 926 5 1040
17 નવેમ્બર 1125 7 1,116
18 નવેમ્બર 1,281 8 1,274
19 નવેમ્બર 1340 7 1113
કુલ આંક 55,588 377 59,248

આ પણ વાંચોઃ કોરોનાના લીધે ધોરણ 9થી 12ની પરીક્ષા પધ્ધતિમાં કરાયો ફેરફાર