Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગરઃ મૃત્યુ બાદ સોશિયલ ડિસ્ટન્સ કેવું? એક એમ્બ્યુલન્સમાં મહિલા સહિતની 4 ડેડબોડી!

ગાંધીનગરઃ મૃત્યુ બાદ સોશિયલ ડિસ્ટન્સ કેવું? એક એમ્બ્યુલન્સમાં મહિલા સહિતની 4 ડેડબોડી!

0
238
  • કોરોના દર્દીઓના પાર્થિવ દેહોનો મલાજો પણ જળવાયો નહીં
  • સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે, ગુજરાત સરકાર આનો શું જવાબ આપશે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની કેવી ભયાનક સ્થિતિ છે. તેનો ચિતાર આપતી પાટનગર ગાંધીનનગરની આ તસવીર અનેક પ્રશ્નો સર્જી રહી છે. જેમાં એક એમ્બ્યુલન્સમાં 4 કોરોના દર્દીની બોડી (Corona Body Ambulance) એક સાથે પડેલી દેખાય છે. તેમાંથી એક બોડી કોઇ મહિલાની હોવાનું જણાયું છે.

એક તરફ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે કે અહીં દિલ્હી મહારાષ્ટ્ર કરતા પણ કોરોનાની ખરાબ સ્થિતિ છે. ડિસેમ્બરમાં હાલાત વધુ બગડી શકે છે. તેથી કોરોના સામે રક્ષણના કેવા પગલાં લીધા, તે અંગે બે સપ્તાહમાં રુપાણી સરકાર પાસે જવાબ મંગાવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગરમાં કોરોનાથી મોતના આંકડામાં સાચુ કોણ, સ્મશાનગૃહ કે આરોગ્યવિભાગ?

રાજ્યના પાટનગરની આ દશાની કદાચ સુપ્રીમ કોર્ટ પણ સુઓ મોટો (નોંધ) લઇ શકે છે.

ગાંધીનગરના સેક્ટર-30ના અંતિમધામ )સ્મશાનગૃહમાં તાજેતરમાં એક જ એમ્બ્યુલન્સમાં 4-4 બોડી (Corona Body Ambulance)(મૃતદેહ) અંતિમ ક્રિયા માટે લવાયા હતા. જે અંગે સ્થાનિક અખબારમાં અહેવાલ છપાતા તંત્રના અધિકારીઓએ વાત ખોટી હોવાનું જણાવ્યું હતું.

તંત્રના જુઠાણાની ચાડી ખાય છે તસવીર

પરંતુ હવે તેની બોલતી તસવીર મીડિયાને મળી ગઇ છે. જેમાં ગાડી નંબર સાથે એમ્બ્યુલન્સમાં રખાયેલા મૃતદેહ (Corona Body Ambulance) તંત્રના જુઠાણાની ચાડી ખાઇ રહ્યા છે. વળી આ એમ્બ્યુલન્સમાં ત્રણ નહીં પરંતુ 4 બોડી હોવાનું સ્પષ્ટ થઇ હતું.

જેમાં એક મૃતદેહ તો કોઇ અભાગી મહિલાનું હોવાનું જાણવા મળ્યું છે. તંત્રની લાપરવાહીને કારણે જેના નશ્વરદેહનો મલાજો પણ જળવાયો નહીં.

ગાંધીનગરમાં નવેમ્બરમાં સૌથી વધુ 170 દર્દીનાં મોત

ગાંધીનગરમાં કોરોનાનો કેર વર્તી રહ્યો છે. 10 એપ્રિલથી અત્યાર સુધી 621 કોરોના દર્દીના મોત થઇ ગયા. જેમાં ચાલુ નવેમ્બર મહિનામાં જ અત્યાર સુધી 170 દર્દીઓના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો છે. છેલ્લામાં 4 દિવસમાં 118 દર્દીઓનાં મોત થયા.

આ પણ વાંચોઃ શું મોદી અમદાવાદમાં કોરોના વેક્સિન અંગે આપશે મોટા સમાચાર?

ગાંધીનગરના મેયરની સરેરાશ 15 દર્દીના મેતની કબૂલાત

ગાંધીનગરના મેયર રિટા પટેલે એક બાજુ દાવો કર્યો કે ગઇકાલે આરોગ્ય વિભાગની પ્રેસનોટમાં એક પણ મોત થયો નથી. પરંતુ પછી તેમણે એવું પણ સ્વીકાર્યું કે ગાંધીનગરમાં દર 15માંથી 1દ મૃત્યુ કોરોનાના લીધે થયા છે. તેમણે એવું પણ સ્વીકાર્યું કે પાટનગરમાં દિવાળી પથી દર રોજ 15 દર્દીનાં મોત થયા છે.

ગાંધીનગરમાં કુલ બે અંતિમધામ છે. એક સેક્ટર-30માં અને બીજુ સરગાસણમાં છે. પરંતુ હાલ કોરોનાને કારણે મુત્યુ પામનારા લોકોની સંખ્યા વધી હોવાથી ત્યાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ લાગે છે. તેથી વધુ એક CNG સ્મશાનગૃહની ગાંધીનગરમાં જરુર હોવાની માગ ઊઠી છે.

તેની પાછળ કારણ એ છે કે એક બોડીના અંતિમ સંસ્કાર માટે આશરે 1થી દોઢ કલાક જેવો સમય થાય છે. તેમાં જ્યારે આવી રીતે એક જ એમ્બ્યુલન્સમાં વધારે બોડી (

Corona Body Ambulance)આવી જાય તો ડાઘુઓની પરિસ્થિતિ વધુ કફોડી બની જાય છે. સામાન્ય રીતે વિચારીઓ તો પણ ચાર-ચાર મૃતદેહ કેટલી વાર સુધી એમબ્યુલન્સમાં પડી રહ્યા હશે.

આ પણ વાંચોઃઅમદાવાદ-ગાંધીનગરમાં કોરોનાથી મોતના આંકડામાં સાચુ કોણ, સ્મશાનગૃહ કે આરોગ્યવિભાગ?

લોકોમાં સરકારી તંત્ર અંગે અનેક ચર્ચા Corona Body Ambulance news

લોકો વાતે કરવા લાગ્યા છે કે ગાંધીનગરમાં કોરોના દર્દીઓના પાર્થિવ દેહની પશુઓ કરતા પણ ખરાબ હાલત છે. ઘેટાં-બકરાં અને બિલાડા જેવી માનવોની સ્થિતિ થઇ રહી છે. તંત્ર શું લાચાર છે કે પછી હાથ ખંખેરીની બેસી ગયું છે? Corona Body Ambulance news

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9