Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 1420 કેસ

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 1420 કેસ

0
66
  • આશરે બે મહિના બાદ પ્રથમ વખત રાજ્યમાં 1400થી વધુ કેસ
  • શુક્રવારે એક દિવસમાં 1040 કોરોના દર્દીઓ થયાં સાજા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો રાફડો (Corona Blast)ફાટી નીકળ્યો. શુક્રવારે 24 કલાકમાં 1420 નવા કેસ નોંધાયા. આ રેકોર્ડબ્રેક આંકડો આશરે બે મહિના બાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 305 કેસ નોંધાયા છે.આશરે બે મહિના બાદ પ્રથમ વખત રાજ્યમાં 1400થી વધુ કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1420 કોરોના વાઇરસના પોઝિટિવ કેસ (Corona Blast) નોંધાયા છે. જ્યારે 1040 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,77,515 પર પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ 22 નવેમ્બરે યોજાનારી જીટીયુ પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ મોકુફ, કર્ફ્યુને ધ્યાને લઇ લેવાયો નિર્ણય

વધુ 7 દર્દીના મોત થતા મૃત્યુઆંક 3837 પર પહોંચ્યો

રાજ્યમાં વધુ 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3837 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 13000 એક્ટિવ (Corona Blast) કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.31 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે કુલ 67,901 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે કુલ ટેસ્ટનો આંકડો 71,01,057 પર પહોંચ્યો છે.

આજે અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં137, મહેસાણામાં 52, બનાસકાંઠામાં 54, ગાંધીનગરમાં 87 કોરોનાના કેસ નોંધાયા.

રાજ્યમાં કુલ 4,93,738 વ્યક્તિ ક્વોરન્ટાઇન

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 4,93,738 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાયા છે. જે પૈકી 4,93,643 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 95 વ્યક્તિઓને ફેસીલિટી ક્વોરન્ટાઇન રખાયાની માહિતી મળી છે.

રાજ્યમાં હાલ 13,050 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 92 છે. જ્યારે 12,958 લોકો સ્ટેબલ છે. 1,77,515 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3837 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 07 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદમાં 3, સુરતમાં 2, પાટણ 1 અને રાજકોટમાં 1 દર્દીનો સમાવેશ થાય છ

આ પણ વાંચોઃ અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, ઓટલે બેસનારને પણ પકડી લેવાશેઃ પોલીસ કમિશનર

57 કલાક કરફ્યૂનો કડક અમલ કરાશે Corona Blast

અમદાવાદમાં 57 કલાકનું આજથી કરફ્યૂ લાદવામાં આવ્યો છે જ્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી કરફ્યૂ લાદવાની નાયબ મુખ્યમંત્રીએ મોડી સાંજે જાહેરાત કરી હતી.

કોરોનાના કેસ વધતા અમદાવાદ શહેરમાં પ્રવેશતી ST બસો પર પ્રતિબંધ લગાવાયો છે અને AMTSની બસો પણ શહેરમાં આજથી રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બંધ કરી દેવાઇ છે. જ્યારે ટ્રેન અને વિમાની સેવા ચાલુ રાખવામાં આવી છે.

અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કરફ્યૂ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે.

આ પણ વાંચોઃ BREAKING: અમદાવાદ પછી હવે સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલથી રાત્રિ કરફ્યુઃ નીતિન પટેલ

અન્ય શહેરોમાં પેટ્રોલિંગ વધાર્યું, તંત્ર એલર્ટ

અમદાવાદ શહેરમાં આજ રાતથી કરફ્યૂ લાદવામાં આવ્યા બાદ અન્ય શહેરોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ નહીં એ માટે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

અમદાવાદ આવતી જતી AMTS- ST બસ બંધ

અમદાવાદમાં કોરોનાના કેસો વધવાને કારણે રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. કરફ્યૂને કારણે શહેરમાં પ્રવેશતી ST બસો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે AMTSની બસો પણ શહેરમાં આજથી રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી નહીં દોડે. તે ઉપરાંત સોમવારથી રાત્રિ દરમિયાન પણ AMTSની બસો નહીં દોડે. Corona Blast news

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ યથાવત

અમદાવાદમાં બસો પર પ્રતિબંધ લાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટ તરફથી ટ્વિટર પર જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોએ તેમની ટિકીટ, બોર્ડિંગ પાસ અને IDકાર્ડ સાથે રાખવા પડશે. ફ્લાઈટના શિડ્યૂલમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આ પણ વાંચોઃ કોરોના વાઇરસની પેટર્ન બદલાયાની આશંકા: પૂર્વ સિવિલ નિયામક પ્રભાકર