મોરબીઃ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના લલિત કથગરાએ (Gujarat news_Congress allegation) આરોપ મૂક્યો હતો કે ભાજપ સરકાર કારખાનેદારોને દબાવી રહી છે. કારખાનેદારોને ખાનગી બેઠકોમાં બોલાવીને ગેસ જોડાણ કાપવાની ધમકીઓ આપવામાં આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારોને રીતસરના (Gujarat news_Congress allegation) ધમકાવવામાં આવી રહ્યા છે. આ રીતે તેઓને અવાજને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે યેનકેન પ્રકારે પેટાચૂંટણી જીતવાનું મન બનાવી લીધું છે. આ માટે તે સામ-દામ, દંડ, ભેડ બધાનો આશરો લઈ રહી છે. તે પ્રજાના અવાજને દબાવવા (Gujarat news_Congress allegation) પ્રયત્ન કરી રહી છે, પરંતુ પ્રજા સમજુ છે. પ્રજાને હવે ભાજપની વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. પ્રજા સમજી ગઈ છે કે ભાજપ ફક્ત વાણીશૂરો પક્ષ છે. આમ લલિત કગથરાના આરોપના પગલે પેટાચૂંટણી પૂર્વેનું વાતાવરણ ગરમાયું છે.
Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > BREAKING: ભાજપ સરકાર કારખાનેદારોને દબાવી રહી છેઃ લલિત કગથરા