Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રૂપાણીએ લોકોને કોરોનામુક્ત કરવા અંબાજી માતાજી મંદિરે માથું ઝુકાવ્યું

CM રૂપાણીએ લોકોને કોરોનામુક્ત કરવા અંબાજી માતાજી મંદિરે માથું ઝુકાવ્યું

0
59
  • લોકોની સલામતી માટે અમદાવાદમાં કર્ફ્યૂનો નિર્ણય લેવાયો

  • રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી

  • યાત્રી સુવિધાઓમાં ઉત્તરોતર વધારો કરીને અંબાજીનો વિકાસ ઝડપી બનાવાશેએ

અમદાવાદ: નૂતન વર્ષમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આદ્યશક્તિ મા અંબેના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ મિડીયા સાથેની વાતચીતમાં પ્રજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે રાજ્ય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેમજ કોરોના સંક્રમણ જલદીથી દૂર થાય અને સૌ કોઈ આ મહામારીથી મુક્ત થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ જણાવ્યું કે કોરોના સંક્રમણમાં થોડોક વધારો થયો છે ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. લોકોની સલામતી અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદમાં શનિ-રવિના દિવસોમાં વીક એન્ડનો કરર્ફ્યું નાખવાનો નિર્ણય લેવાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોરોના સંક્રમણને પહોંચી વળવા છેલ્લા બે ત્રણ દિવસમાં રાજ્ય સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે. તેમણે પ્રજાને અનુરોધ કરતા જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહી ગાઇડલાઇનનું પાલન કરીએ. લોકોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટાઈઝર કે સાબુથી વારંવાર હાથ ધોવા જેવી આદતો કેળવવા પર ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. CM Vijay Rupani

આ પણ વાંચો: રાજપીપળા: એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ, તલવાર-ધારીયા ઉછળતા મામલો તંગ

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ જણાવ્યું કે વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખી તારીખ 23 નવેમ્બરથી ધોરણ 9થી 12 અને કોલેજ શરૂ કરવાના હતા પરંતુ વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ હમણાં કોઈ શાળા કોલેજ શરુ કરાશે નહીં.

અંબાજીના વિકાસ બાબતે મુખ્યમંત્રીએ જણાવ્યું કે અંબાજી મંદિરની ભવ્યતા તથા યાત્રિકોની સુવિધાઓમાં વધારો થાય તે માટે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જેનાથી આવનારા સમયમાં માળખાકીય સુવિધાઓ સહિત યાત્રી સુવિધાઓમાં ઉત્તરોતર વધારો કરીને અંબાજીનો વિકાસ ઝડપી બનાવાશે.

આ પ્રસંગે અંજલીબેન રૂપાણી, સાંસદ પરબત પટેલ, ધારાસભ્ય શશીકાન્ત પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, એસ.પી. તરૂણ દુગ્ગલ, આસી. કલેક્ટર પ્રશાંત ઝીલોવા, અંબાજી ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.