Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મીણબત્તી સળગાવી જન્મદિવસની ઉજવણી કરવાની પરંપરાનો યુવાનોને ત્યાગ કરવા CMની હાકલ

મીણબત્તી સળગાવી જન્મદિવસની ઉજવણી કરવાની પરંપરાનો યુવાનોને ત્યાગ કરવા CMની હાકલ

0
223
  • “જળ હૈ તો જીવન હૈ” પાણીને પારસમણી સમજી ઉપયોગ કરીએ : CM

  • ઊર્જાની જેમ પાણી ક્ષેત્રે પણ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવીએ

ગાંધીનગર: યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીને તેમના 35મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છાઓ આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, યુવાનો તેમના જન્મદિવસની ઉજવણી ભારતીય પરંપરા-સંસ્કૃતિ મુજબ દિવો પ્રગટાવી સાથિયો દોરીને કરે તે જરૂરી છે. વેસ્ટર્ન કલ્ચરમાં મીણબત્તી સળગાવી જન્મદિવસની ઉજવણી કરવાની પરંપરાનો યુવાનોએ ત્યાગ કરવો જોઇએ. એક દિવાથી બીજો દિવો પ્રગટાવીને સૌના જીવનમાં પ્રકાશ લાવીએ. પર્યાવરણની દ્રષ્ટિએ પણ ધુમાડો નુકસાન કરે છે જ્યારે શુદ્ધ ઘીનો દિવો પર્યાવરણને વધુ શુદ્ધ કરે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના 35મા જન્મદિવસની વડોદરા ખાતે ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ગાંધીનગરથી મંગલ ઇ-શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વોટર હાર્વેસ્ટિંગને પ્રાધાન્ય આપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મંત્ર “જળ હૈ તો જીવન હૈ” પાણીને પારસમણી સમજી ઉપયોગ કરીએ. રાજ્ય સરકારે પાણીના જતન માટે અનેક પગલાં લીધા છે. વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગનો સફળ પ્રયોગ હાથ ધર્યો છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરે તે ખૂબ જરૂરી છે. અગાઉના સમયમાં ઘરોમાં આ વ્યવસ્થા હતી જેને આપણે પુન: પ્રસ્થાપિત કરવા વ્રજરાજકુમારજીએ તેમના 35મા જન્મદિવસ નિમિત્તે આપણને પ્રેરણા આપી છે. ઊર્જાને સરપ્લસ સ્ટેટ બનાવવાનો આપણો સંકલ્પપૂર્ણ થયો છે તેમ પાણી ક્ષેત્રે પણ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવા આ અભિયાન પાયાની ભૂમિકા ભજવશે. ગુજરાત સરકારે પણ ચેકડેમ, બોરીબંધ, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, નવા બનાવવા, નદીઓને પુન: જીવિત કરવાનો અભિયાનને દર વર્ષે હાથ ધરીને આપણે ગુજરાતમાં પાણી સંગ્રહની ક્ષમતા વ્યાપક પ્રમાણમાં વધારી રહ્યા છે.

આ પણ વાંચો: માસ્ક ના પહેરનાર વ્યક્તિ કોવિડ સેન્ટરમાં ફરજ આપશે કે નહીં તે અંગેનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાશે- પ્રદિપસીંહ જાડેજા

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એક પ્રોગેસિવ સ્ટેટ તરીકે આવનાર સમયમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના ડિસેલિનીશન પ્લાન્ટનું ખાતમૂર્હુત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં ગટરના પાણીનો રિ-યુઝ કરીને પુન: ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આવનાર દિવસોમાં ગુજરાત વોટર સરપ્લસ તરીકે આગળ વધી રહ્યું છે આપણે પાણીદાર ગુજરાત બનાવવું છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે પાણી, પર્યાવરણ અને પ્રકાશને જીવંત બનાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસે દિવો પ્રગટાવીને સંસ્કૃતિનું જતન કરવાનો સંકલ્પ કરીએ. વરસાદી પાણી પ્રભુનો પ્રસાદ છે તેનું આપણે જતન કરવું પડશે તેવો યુવાનોને અનુરોધ કર્યો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9