Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: કોંગ્રેસથી કંટાળી આઠ MLAએ રાજીનામા આપ્યાઃ CMના પ્રહાર

BREAKING: કોંગ્રેસથી કંટાળી આઠ MLAએ રાજીનામા આપ્યાઃ CMના પ્રહાર

0
60

કરજણઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરજણની બેઠક પર ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ(Gujarat news_CM attack on congress) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે. આ આંતરિક જૂથબંધીથી કંટાળીને કોંગ્રેસના આઠ વિધાનસભ્યોએ પક્ષમાં રાજીનામા આપ્યા છે. આજે કોંગ્રેસ પોતે જ પોતાનું નુકસાન કરી રહી છે, કોંગ્રેસ પ્રજાના પશ્નો રજૂ કરવાના બદલે આક્ષેપ કરવામાં ખોટો સમય વ્યતીત કરે છે. તેના આક્ષેપો પણ પાયાવિહોણા હોય છે. હવે પોતાના જ વિધાનસભ્યોને સાચવી ન શકતી કોંગ્રેસ પછી ભાજપ પર કારણ વગરના આરોપો મૂકે છે, વળી પાછા આ આરોપો ચૂંટણી વખતે જ મૂકવામાં આવે છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની હોય ત્યારે કોંગ્રેસ દેખાતી પણ નથી. તેથી કોંગ્રેસે સરકાર પર આરોપ મૂકવાના બદલે કંઇક નક્કર કરી બતાવવુ જોઈએ. vijay rupani news vijay rupani news