Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચોક્સી મહાજનની સાવચેતીઃ દુકાનને ચાલુ રાખવાનો સમય ઘટાડશે

ચોક્સી મહાજનની સાવચેતીઃ દુકાનને ચાલુ રાખવાનો સમય ઘટાડશે

0
165

અમદાવાદઃ શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોના પરિણામે સરકાર દ્વારા અમદાવાદમાં 20મી નવેમ્બરથી રાત્રિ લોકડાઉન લાદવામાં આવતા ચોક્સી મહાજન (Gujarat news Choksi mahajan news)સાવચેત થઈ ગયું છે. તેણે તેના સભ્યોને જણાવ્યું છે કે પરિસ્થિતિ વધારે વકરે અને સરકારને અગાઉની જેમ લોકડાઉન લાદવાની ફરજ પડે તે પહેલા આપણે જ આપણી દુકાનનો સમય કેમ ન ઘટાડીએ. ચોક્સી મહાજને (Gujarat news Choksi mahajan news)હવે તેમની દુકાનનો સમય સવારના 10થી સાંજના છ વાગ્યા સુધી રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે તેમના બધા સભ્યોને આ વાતની જાણ કરી દીધી છે. આમ તેમણે પાણી પહેલા પાળ બાંધી દીધી છે, જેથી પરિસ્થિતિને વધુ બગડતી અટકાવી શકાય.

આ પણ વાંચોઃ AMCએ વધુ 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુક્યા, સૌથી વધુ સાઉથ ઝોનમાં

તેની સાથે તેઓએ કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા લેવામાં આવતા બધા પગલાંઓને સમર્થન આપવાની સાથે તેમના દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનો નિર્ણય પણ લીધો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં (Gujarat news Choksi mahajan news)કોરોના એક સમયે અંકુશમાં આવી ગયો હતો, પરંતુ તહેવારોના પગલે લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જેવા પગલાં ન લેતા તહેવારો પૂરા થવાની સાથે કોરોનાએ ફરીથી માથુ ઉચક્યું છે. કોરોનાએ ફરીથી માથુ ઉચકતા છેવટે રાજ્ય સરકારે અમદાવાદમાં 20મી નવેમ્બરથી રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. સરકારનો આ નિર્ણય આગળ બીજો આદેશ મળે નહીં ત્યાં સુધી અમલી રહેશે.