Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગરોળીની જેમ દિવાલ પર ચઢી ચોરી કરતી ‘Chipkali Gang’ અમદાવાદમાં પકડાઇ

ગરોળીની જેમ દિવાલ પર ચઢી ચોરી કરતી ‘Chipkali Gang’ અમદાવાદમાં પકડાઇ

0
162
  • પરપ્રાંતીય ‘Chipkali Gang’ના ત્રણ ચોરની કરાઇ ધરપકડ  
  • કાળુપુરમાં 5 દુકાનોમાં થયેલી પાંચ લાખની ચોરીનો ભેદ ઊકેલાયો

અમદાવાદઃ અમદાવાદમાં કાલુપુર પોલીસે ત્રણ ચોરને પકડતા ‘ચીપકલી ગેંગ’ (‘Chipkali Gang’)નો પર્દાફાશ થયો. સાથે તાજેતરમાં શહેરની પાંચેક દુકાનોમાં થયેલી 5 લાખની ચોરીનો પણ ભેદ ઉકેલી નાંખ્યો છે.

કાલુપુર પોલીસે બાતમી આધારે ત્રણ લોકોની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી નૂર મહોમદ શેખ, સલમાન ખાન શેખ અને મુશરફ ઉર્ફે હાડો શેખ હોવાનું જાણવા મળ્યું. આ ત્રણેય ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે.

આ પણ વાંચોઃ 1500 વેલ્ફેર ફંડ નહીં ભરવાના કારણે 22 વકીલોના સ્વજનોએ 3.50 લાખ ગુમાવ્યા

‘Chipkali Gang’ના 3 સભ્યો સાથે મુદ્દામાલ પણ જપ્ત

પુછપરછમાં ખુલાસો થયો કે આરોપીઓએ તાજેતરમાં જ કાલુપુર વિસ્તારમાં પાંચેક દુકાનોમાં પાંચેક લાખની ચોરી કરી હતી અનેતેઓ ‘ચીપકલી ગેંગ’ (Chipkali Gang)ના સભ્યો છે. આરોપીઓ ચોરીનો મુદ્દામાલ લઈને ભાગે તે પહેલા જ કાલુપુર પોલીસે તેમની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

કાલુપુર પોલીસ સ્ટેશનના PI આર. જી. દેસાઈ (PI RG Desai)એ જણાવ્યું કે

“આરોપીઓ જેલમાંથી બહાર આવી અન્ય રાજ્યોમાંથી બસ મારફતે શહેરમાં આવતા હતા અને બાદમાં જે તે જગ્યાની રેકી કરતા હતા. ચોરી કરવા માટે દીવાલ પર ક્યાંથી ચઢી શકાશે અને જે તે મકાન કે દુકાનમાં ઘૂસી શકાશે તેનો પ્લાન બનાવતા હતા.”

“આટલું જ નહીં પ્લાન મુજબ ચોરી કરવા જતા પહેલાં અનેક દિવસો સુધી અવાવરું જગ્યાએ રોકાતા હતા. બાદમાં ચોરી કરવા જાય ત્યારે છીપકલી એટલે કે ગરોળીની માફક દીવાલો પર ચઢીને ચોરી કરી લેતા હતા.”

ચઢ્ઢી-બનિયાનધારી ગેંગ, ટપોરી ગેંગ, ફ્રેકચર ગેંગ જેવા ચોર-લૂંટારાની ટોળકીઓના અત્યાર સુધી નામ સાંભળ્યા હતા. પરંતુ આ નવું ‘ચીપકલી ગેંગ’ (Chipkali Gang)નામ સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ છે.

શા માટે પડ્યું ‘Chipkali Gang’ નામ

Chipkali Gangનું નામ ‘ચીપકલી ગેંગ’ શા માટે પડ્યું તે પણ રસપ્રદ છે. જેમ દરેક ચોર ટોળકીની કોઇને કોઇ વિશેષતા છે. તેમ ચીપકલી ગેંગનું નામ પણ તેવી વિશેષતાને કારણે જ પડ્યું છે. જેમ ચઢ્ઢી-બનિયાનધારી ગેંગ ચઢ્ઢી-બનિયાનમાં રેડ પાડતી હતી.

આ પણ વાંચોઃ નર્મદા: પેટ્રોલ પંપના કેશિયર પર તલવારથી જીવલેણ હુમલો કરી 8 લાખની લૂંટ

ફ્રેક્ચર ગેંગ હુમલો કરી લોકોના હાથ પગ ભાંગી ચોરી કરતી હતી. તેવી જ રીતે ‘ચીપકલી ગેંગ’ના સભ્યો છીપકલી (ગરોળી)ની જેમ દિવાલ પર ચઢવા ચોંટી રહેવાની વિશેષતા ધરાવે છે.