Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > BREAKING: ચીને સીધી સિંગતેલની ખરીદી કરતાં ભાવ ઉચકાયા

BREAKING: ચીને સીધી સિંગતેલની ખરીદી કરતાં ભાવ ઉચકાયા

0
37

રાજકોટઃ સીંગતેલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર સીંગતેલ મિલર્સ જિલ્લા એસોસિયેશનના પ્રમુખ કિશોર વિરડિયાએ (gujarat-news-china-edible-oil-purchase)જણાવ્યું હતું કે સીંગતેલના ભાવ ભડકે બળવાનું કારણ એ છે કે ચીન સામાન્ય રીતે આપણે ત્યાંથી સીંગના દાણા કે મગફળીની ખરીદી કરે છે અને તેને ત્યાં તેનું પીલાણ કરીને સીંગતેલ બનાવે છે. તેની સામે આ વખતે તેણે ફક્ત ગુજરાતમાંથી સીધી તેલની ખરીદી કરી છે. આ સિવાય આ વર્ષે મગફળીનો પાક અપેક્ષા કરતાં ઓછો આવ્યો છે અને જે પાક છે તેમા પણ ગુણવત્તા ઓછી છે. તેના લીધે તેલના ભાવ ઊચકાયા છે. તેમનું માનવું છે કે આ તેજી હજી પણ જારી રહી શકે છે. China news