Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > SOU નજીક ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં કામ કરતા 24 કર્મચારીઓને છુટ્ટા કરાતા રોષ

SOU નજીક ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં કામ કરતા 24 કર્મચારીઓને છુટ્ટા કરાતા રોષ

2
264
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓને છુટ્ટા કરાતા રોષે ભરાયા childrens nutrition park news
  • SOU ખાતે સેવા આપી રહ્યાં છે તેવાં સ્થાનિક આદિવાસી ગાઈડોની કામગીરીથી PM મોદી થયા હતા પ્રભાવિત 
  • કર્મચારીઓને છુટ્ટા કરાતા સરપંચ સંઘ, ભાજપની મહિલા આગેવાનની આગેવાનીમાં નર્મદા કલેકટરને રજૂઆત કરાઇ childrens nutrition park news

રાજપીપળા: PM મોદીએ 31મી ઓક્ટોબર 2020ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરી હતી. દરમિયાન એમણે પોતાના સંબોધનમાં એમ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસના અન્ય પ્રોજેક્ટોમાં સ્થાનિકોને રોજગારીની વિપુલ તક ઉપલબ્ધ થઈ છે. સ્થાનિકોનું જીવન ધોરણ પણ ઊંચું આવશે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓને છુટ્ટા કરાતા તેઓ રોષે ભરાયા છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓએ સરપંચ સંઘ નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવા, ભાજપની મહિલા આગેવાન ભારતીબેન તડવીની આગેવાનીમાં નર્મદા કલેકટરને રજૂઆત કરી હતી. childrens nutrition park news

પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં નોકરી કરતા 24 સ્થાનિક કર્મચારીઓ 18/10/2019થી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ બજાવી રહ્યાં હતાં. કોરોના મહામારીને લીધે 18/3/2020ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ વિભાગો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. તા. 30/10/20નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સેવા આપી રહ્યાં છે તેવા સ્થાનિક આદિવાસી ગાઈડોની કામગીરીથી પ્રભાવિત થયા હતાં. પીએમ મોદીની પ્રશંસા પામનાર સ્થાનિક આદિવાસી 24 જેટલા ગાઈડને કોઈ પણ કારણ દર્શક નોટિસ વગર દિવાળીના તહેવાર ટાણે જ છૂટ્ટા કરી દેવાતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. childrens nutrition park news

આ એ લોકો છે કે જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દેશના હિત તેમજ વિકાસ માટે પોતાની જમીન આપી છે. ત્યારે આવા લોકોને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાંથી છૂટા કરવામાં આવે એ ખૂબ જ દુઃખની બાબત કહેવાય. એક તરફ દેશના વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી સ્થાનિક આદિવાસીઓને રોજગારી માટે પ્રોત્સાહન આપી રહ્યાં છે. ત્યારે જેમણે પોતાના દેશના સર્વાંગી વિકાસ માટે પોતાની જમીનો આપી છે તો તેવા લોકોને ત્યાં સ્થાનિક તરીકે રોજગારી પૂરી પાડવી એ ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો:આ અલ્પેશ ઠાકોર ક્યારેય દબાયો નથી અને દબાશે પણ નહીં

આ કર્મચારીઓને પગાર પણ ખુબ જ ઓછો આપવામાં આવે છે. ત્યારે 24 લોકોને વહેલી તકે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ પર પરત લેવામાં આવે એવી અમારી માંગ છે. એમને કયા કારણોસર છૂટા કરવામાં આવ્યા છે એની પણ જાણ કરવા વિનંતી. બહારના જિલ્લાના લોકોને કોના આધારે નોકરી પર લેવામાં આવ્યાં છે એનો પણ ખુલાસો કરવા વિનંતી અને આ લોકોને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં તાત્કાલિક ધોરણે ફરજ પર પરત લેવામા આવે એવી અમારી માંગ છે અને આવનારા દિવસોમાં જ્યાં-જ્યાં નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે ત્યાં ઈન્ટરવ્યુ લઈ સ્થાનિકની ભરતી થવી જોઈએ.