Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: ભરુચમાં બેનામી રુ.25 લાખ જપ્ત, કરજણના કોંગ્રેસી ઉમેદવાર કિરિટ સિંહને પહોંચાડવાના હતાઃ પોલીસ

BREAKING: ભરુચમાં બેનામી રુ.25 લાખ જપ્ત, કરજણના કોંગ્રેસી ઉમેદવાર કિરિટ સિંહને પહોંચાડવાના હતાઃ પોલીસ

0
150

ભરુચમાં બેનામી રુ.25 લાખ જપ્ત, કરજણના કોંગ્રેસી ઉમેદવાર કિરિટ સિંહને પહોંચાડવાના હતાઃ પોલીસ Byelection gujarat news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભરુચ પોલીસે મંગળવારે બેનામી 25 લાખ રુપિયા જપ્ત કર્યા. આ નાણા કરજણના કોંગ્રેસી ઉમેદવાર કિરીટ સિંહને પહોંચાડવાના હોવાનો પોલીસે દાવો કર્યો છે. Byelection gujarat news

કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી છે. તેના પર હવે ત્રીજી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે. આ બેઠકો પર જીત મેળવવા બંને પક્ષના ઉમેદવારો તન, મન, ધન બધુ ન્યોછાવર કરી રહ્યા છે. ત્યારે કરજણ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના ગેરકાયદેસર નાણાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે. મળતી માહિતી મુજબ ભરૂચના ટોલબૂથ નજીક મુલ્ડ ચોકડી પરથી 2 ઇસમોને વાહન ચેકિંગ દરમ્યાન રોકડ રકમ સાથે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 25 લાખની રોકડ રકમ જયંતીભાઈ સોહાગિયાએ મોકલ્યા હતા. Byelection gujarat news

આ પણ વાંચો: બિન અધિકૃત બાંધકામ તોડવામાં ચાર ઝોન પાણીમાં બેસી ગયા

Read latest news in English.