Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપ કાર્યકરોને સક્રીય કરવા શુક્રવારથી કમલમમાં પ્રશિક્ષણનો પ્રારંભ

ભાજપ કાર્યકરોને સક્રીય કરવા શુક્રવારથી કમલમમાં પ્રશિક્ષણનો પ્રારંભ

0
49

પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટ રહેશે

અમદાવાદઃભાજપ દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ કાર્યકરોને સક્રિય કરવા માટે આવતીકાલ  20 નવેમ્બરથી પ્રશિક્ષણ (BJP training)નો પ્રારંભ કરશે. આગામી દિવસોમાં 6 કોર્પોરેશન સહિતની ચુંટણીઓ યોજાવાની છે.

ચૂંટણીઓમાં જવાબદારી સોંપવાના ભાગરૂપે જ ભાજપ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં મંડલ પ્રશિક્ષણ (BJP training)વર્ગનું આયોજન થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ PM મોદી કહે છે માસ્ક જ વેકસીન છે: નર્મદા કલેકટર જ PM ની સલાહ ભૂલ્યા!

આવતીકાલે ગાંધી નગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે બેઠક યોજાશે.

ભાજપ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં બેઠક BJP training news

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પ્રશિક્ષણ (BJP training) વર્ગના ઈન્ચાર્જ ભાર્ગવ ભટ્ટ પણ હાજ રહેશે.
કમલમ્‌માં સવારે 10.30 કલાકે પ્રશિક્ષણ વર્ગના વિષય પ્રમુખોની બેઠક યોજાશે.

બપોરે 1.00 કલાકે ભાજપ જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, પ્રમુખો તથા જીલ્લા/મહાનગરના પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની બૃહદ બેઠક યોજાશે. જેમાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો અબડાસા, ડાંગ, કરજણ, કપરાડા, મોરબી, લીંબડી, ગઢડા તથા ધારીની પેટાચૂંટણી જીતી લીધી છે. આજે આઠેય ધારાસભ્યોની શપથ વિધિ સમારોહ પણ સંપન્ન થયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સરકારે રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી લાદી દીધો રાત્રિ કરફ્યૂ, 20 નવેમ્બરથી અમલ

આગામી ચૂંટણીઓમાં વધઉને વધુ બેઠકો મેળવવાની નેમ

આ ચૂંટણીમાં તમામ બેઠકો પર કમળ ખીલી ઉઠયું હતું. છતાં તેમાં મદમસ્ત થઇને બેસી રહેવાના બદલે આગામી ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો હાંસલ કરવા માટે ભાજપ સતત મહેનત ચાલુ રાખી છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ ગમે તે ઘડીએ જાહેર થવાની શક્યતા છે.

વિધાનસભા ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ દિવાળીના તહેવારો પૂરા થતાની સાથે જ ભાજપે આગામી ચૂંટણીમાં કાર્યકરોને સક્રિય કરવા માટે કવાયત શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે જ પ્રશિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. BJP training news

કાર્યકરોને સક્રિય કરવાની સાથોસાથ સંગઠનને મજબૂત કરવાની કામગીરી પણ તબક્કાવાર હાથ ધરાશે.