Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસના વધુ એક નેતા આણંદના MLA કાંતિ સોઢા પણ કોરોનામાં સપડાયા

કોંગ્રેસના વધુ એક નેતા આણંદના MLA કાંતિ સોઢા પણ કોરોનામાં સપડાયા

0
44
  • કોંગ્રેસ પ્રુમખ અમિત ચાવડાએ ટ્વીટ કરી આપી માહિતી
  • અત્યાર સુધી કોંગ્રેસ-ભાજપના 40 જેટલા નેતા પોઝિટિવ થયા

આણંદઃ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ જણાયા છે. આણંદના કોંગ્રેસના MLA કાંતિ સોઢા પરમારને કોરોના (Kanti Sodha Corona)નો ચેપ લાગ્યો છે. આ સાથે અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસના 40 જેટલા નેતાઓ કોરોના મહામાીરમાં સપડાઇ ગયા છે.

આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને કોરોનાનો ચેપ (Kanti Sodha Corona) લાગ્યો છે. અગાઉ 13મી નવેમ્બરે અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં કોરોના વિસ્ફોટ, બપોર સુધીમાં 150 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી જણાવ્યું છે કે આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર કોરોના સંક્રમિત(Kanti Sodha Corona)થયા છે. અમિત ચાવડાએ કાંતિ સોઢાના ઝડપથી સાજા થવાની પ્રાર્થના પણ કરી છે.

13 નવેમ્બરે હિંમત સિંહ પોઝિટિવ થયા હતા

અગાઉ 13મી નવેમ્બરે અમદાવાદના પૂર્વ મેયર અને બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ત્યાર બાદ 17 નવેમ્બરે કેશોદના ભાજપના નેતા અને ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા. ડૉક્ટરની સુચનાથી ધારાસભ્ય હોમ આઈસોલેટ થઈ ગયા.

અહેમદ પટેલ દિલ્હીમાં સારવાર હેઠળ Kanti Sodha Corona

થોડા દિવસ પહલાં કોંગ્રેસના પ્રવક્તા અને સીનિયર નેતા એહેમદ પટેલ પણ કોરોના પોઝિટિવ થતાં દિલ્હીની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા નરહરિ અમીન અને તેમનાં પત્ની પણ કોરોનાની ઝપટે આવ્યા હતા. જો કે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે.

આ પણ વાંચોઃ સુરત ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી PVS સરમાની ધરપકડ

ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થયો ત્યારે શરુઆતમાં કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટ બદરુદ્દીન શેખનું કોરોનાને કારણે નિધન થયું હતું. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનામાં ગંભીર રીતે માંદા પડ્યા હતા. 101 દિવસની સઘન સારવાર બાદ તેમણે કોરોનાને મહાત આપી હતી.

અત્યાર સુધીમાં હર્ષ સંઘવી, કિશોર ચૌહાણ, નિમાબેન આચાર્ય, બલરામ થાવાણી, પૂર્ણેશ મોદી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, રમણ પાટકર, પ્રવીણ ઘોઘારી, મધુ શ્રીવાસ્તવ સહિત અનેક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

કોરોનાની ઝપટમાં આવેલા નેતાની યાદી

ભાજપના નેતા

હર્ષ સંઘવી, કિશોર ચૌવાણ, નિમાબહેન આચાર્ય, બલરામ થાવાણી, પૂર્ણેશ મોદી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા,રમણ પાટકર, પ્રવીણ ઘોઘારી, મધુ શ્રીવાસ્તવ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદ પટેલ ,અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, જયેશ રાદડિયા, જિતુ સુખડિયા, નરહરિ અમીન

આ પણ વાંચોઃ મધ્યયુગ બાદ પહેલી વખત ગિરનારની લીલી પરિક્રમા બંધ, લાગ્યું કોરોના ગ્રહણ

કોંગ્રેસ નેતા

અહેમદ પટેલ, કનુ પટેલ, સી.જે.ચાવડા,ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાડી, ચિરાગ કાલરિયા, ગેનીબેન ઠાકોર, રઘુ દેસાઈ, પૂનાભાઈ ગામીત,નાથાભાઈ પટેલ, વીરજીભાઈ ઠુંમર, જશુ પટેલ, બળદેવજી ઠાકોર, હર્ષદ રિબડિયા, અંબરીષ ડેર, વિમલ ચૂડાસમા, હિંમતસિંહ પટેલ. Kanti Sodha Corona