પાલિકા અને પોલીસ સંયુક્ત ટીમ બનાવી વેપારીઓને લૂંટતી હોવાનો આરોપ Amreli Bagasara
અમરેલી: ગુજરાતમાં કોરોના ગાઇડ લાઇનના નામે પોલીસની કનડગતથી બચવા માટે બગસરાના વેપારીઓએ બે દિવસ બજાર જ બંધ રાખવાનો મોટો નિર્ણય લઇ લીધો. Amreli Bagasara
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોના મહામારી પર અંકુશ લાવવા માટે સરકારી માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ લોકો આ માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. આવા લોકોને પાઠ ભણાવવા માટે તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જોકે અમરેલીના બગસરાના વેપારીઓનું કહેવું છે કે તંત્ર દ્વારા વધુ પડતી કડકાઇ બતાવવામાં આવી રહી છે અને બેફામ દંડ ફટકારી રહી છે. જેથી બગસરાના વેપારીઓએ બે દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. Amreli Bagasara
અમરેલીના બગસરા તાલુકામાં પાલિકા દ્વારા દંડ માટે નિમાયેલા અધિકારીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે નાના-મોટા વેપારીઓ સામાન્ય પ્રજાને દંડ ફટાકારી રહ્યા છે. જેના વિરોધમાં બગસરાની તમામ સંસ્થાઓ દ્વારા બગસરા આજથી 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક વેપારીઓ અને સામાન્ય લોકોએ આરોપ લગાવ્યા છે કે બગસરામાં મામલતદાર તેમજ નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે ટીમ બનાવી દરરોજ મસમોટી રકમનો દંડ વસુલાત કરવામાં આવે છે. સ્થાનિકોનું આરોપ છે કે કોરોના મહામારીના નામે લોકોને ખંખેરવાનો પોલીસ સ્ટાફે નવો કીમિયો શોધી લીધો તેવું લાગી રહ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડઃ SIT અને સચિવ કક્ષાની બે તપાસ થશે
બગસરા ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, હોલસેલ તેમજ રિટેલર કિરાણા એસોસિએશન, પાનબીડી એસોસિયેશન, કાપડ એસોસિએશન, મશીનરી તેમજ હાર્ડવેર એસોસિએશન સહિતની વેપારી સંસ્થાના હોદ્દેદારોએ ધારાસભ્ય જે.વી.કાકડીયા તેમજ બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રિબડીયા ઇનચાર્જ મામલતદાર સાથે તંત્ર દ્વારા વસૂલાતો દંડ બાબતે બેઠક યોજી હતી, પરંતુ કોઇ નિર્ણય ના આવતા બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. Amreli Bagasara
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજયમાં કોરોનાનો ફરી એકવાર ઘાતક સ્વરુપ જોવા મળી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયના ચાર શહેરમાં રાત્રી ફફર્યુ છતાય કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે, રાજયમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. 26મી તારીખે જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં 1560 કેસ સામે આવ્યા છે. જેમાં 16 દર્દીઓના મોત થયા છે અને 1302 લોકોએ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે.