Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > “બિગ બી” કરશે “ખુશ્બૂ ગુજરાત” કી કેમ્પેઈન અંતર્ગત કેવડીયાનો વિશ્વ કક્ષાએ પ્રચાર

“બિગ બી” કરશે “ખુશ્બૂ ગુજરાત” કી કેમ્પેઈન અંતર્ગત કેવડીયાનો વિશ્વ કક્ષાએ પ્રચાર

0
172

અગાઉ અમિતાભ બચ્ચને “ખુશ્બૂ ગુજરાત” કી કેમ્પેઈન અંતર્ગત કચ્છના પ્રવાસન સ્થળોનો “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” થીમ પર પ્રચાર કર્યો હતો Amitabh Bachchan

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: PM મોદીએ 31 મી ઓક્ટોબર 2018 ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું, બાદ વિશ્વના નકશામાં નર્મદા જિલ્લાનું નામ અંકિત થયુ છે. અવાર નવાર દેશ-વિદેશથી અનેક મહાનુભવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી, રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ પણ કેવડિયા ખાતે યોજાઈ હતી. લગભગ ભારતના તમામ મોટા નેતાઓથી માંડીને મોટી મોટી હસ્તીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, એ જ કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વ કક્ષાએ સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે.

હવે આગામી સમયમાં બોલીવુડના એંગ્રી યંગમેન મિલેનિયમ સુપર સ્ટાર એવા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) “ખુશ્બૂ ગુજરાત” કી કેમ્પેઈન અંતર્ગત કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટોનો વિશ્વ કક્ષાએ પ્રચાર કરશે એવુ અંતર્ગત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અગાઉ બિગ બી અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) “ખુશ્બૂ ગુજરાત” કી કેમ્પેઈન અંતર્ગત કચ્છના પ્રવાસન સ્થળોનો “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” થીમ પર પ્રચાર કર્યો હતો, એ બાદ કચ્છના પ્રવાસન ઉદ્યોગને સારો એવો ફાયદો થયો હતો. તો એ જ થીમ પર હવે “સિર્ફ કચ્છ નહીં, કેવડિયા ભી નહિ દેખા તો કુછ નહિ દેખા”ની થીમ પર અમિતાભ બચ્ચન પ્રચાર કરશે એ રીતનું પ્લાનિંગ હાલ ચાલી રહ્યું છે. જો કે હાલ સરકાર દ્વારા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પાસે એડ માટેની તારીખો મંગવાઈ છે, તેઓ તારીખ ક્યારે આપે છે એના પર હાલ આ કેમ્પેઈન અટક્યું છે.

આ પણ વાંચો: PM મોદી કહે છે માસ્ક જ વેકસીન છે: નર્મદા કલેકટર જ PM ની સલાહ ભૂલ્યા!

બિગ બી અમિતાભ બચ્ચન એક અઠવાડિયા સુધી કેવડીયામાં રોકાણ કરશે

બિગ બી (Amitabh Bachchan) પાસે સરકારે કેવડિયા વિસ્તારના પ્રચાર માટે શુટિંગની તારીખો માંગી છે, જો તેઓ સરકારને ચોક્કસ તારીખો આપશે તો કેવડીયામાં અમિતાભ બચ્ચન એક અઠવાડિયા સુધી રોકાશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 31 મી ઓક્ટોબર 2020ના રોજ PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ 17 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે, એ પૈકી અમિતાભ બચ્ચનનો સ્ટેચ્યુ ઓફ યુનિટી, યુનિટી ગ્લો ગાર્ડન, જંગલ સફારી પાર્ક, ક્રેકટર્સ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન અને સી-પ્લેન પ્રોજેક્ટો પર પ્રચારનો વધુ ફોક્સ રહેશે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.

“બિગ બી” એ કચ્છમાં કચ્છી પેહેરવેશ પેહેર્યો હતો તો નર્મદામાં આદીવાસી પરિધાનમાં કરશે પ્રચાર

બિગ બી અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) કચ્છના પ્રવાસન સ્થળનો પ્રચાર કરવા માટે કચ્છી પેહેરવેશ પહેરી પ્રચાર કર્યો હતો. નર્મદા જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે, ત્યારે બિગ બી આદિવાસી પેહેરવેશમાં કેવડિયા આસપાસના પ્રવાસન સ્થળોનો વિશ્વ કક્ષાએ પ્રચાર કરશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એક અઠવાડિયાના કેવડિયા ખાતે પોતાના રોકાણ દરમિયાન તેઓ આદિવાસીઓ સાથે મુલાકાત કરી આદીવાસીઓના ભોજનની પણ મઝા માણસે એમ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ભાજપ કાર્યકરોને સક્રીય કરવા શુક્રવારથી કમલમમાં પ્રશિક્ષણનો પ્રારંભ

ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે વિશ્વ ફલક પર અંકિત કરવાનું PM મોદીનું સપનું બિગ બી સાકાર કરશે

PM મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે એમણે એક સપનું એવું જોયું હતું કે ગુજરાતનું નામ પ્રવાસન ક્ષેત્રે આંતરાષ્ટ્રીય ફલક પર અંકિત થાય.અગાઉ કચ્છના પ્રવાસન ક્ષેત્રનો પ્રચાર કર્યો હતો હવે કેવડિયા વિસ્તારના પ્રવાસન ક્ષેત્રનો પ્રચાર કરી PM મોદીનું એ સપનું આગામી સમયમાં બિગ બી અમિતાભ બચ્ચન સાકાર કરશે.