Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > એએમસીના આરોપ પછી AHNA સફાળી જાગી, ગાઇડલાઇન બહાર પાડી

એએમસીના આરોપ પછી AHNA સફાળી જાગી, ગાઇડલાઇન બહાર પાડી

0
58

ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓને દાખલ કરવાના માપદંડ નક્કી કરતી AHNA 

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા ખાનગી હોસ્પિટલો (Gujarat news AHNA news) તેમના બેડ ખાલી હોવા છતાં પણ તેની કૃત્રિમ અછત ઊભી કરી રહી હોવાના આરોપના ગલે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન ( AHNA) સફાળું જાગ્યું છે. તેણે ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને દાખલ કરવાના માપદંડ નક્કી કર્યા છે.

એએમસી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો(Gujarat news AHNA news)દ્વારા કોવિડ-19ના દર્દીઓની સારવારમાં રીતસરની લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આ ઉપરાંત બેડ ખાલી હોય તો પણ તેને ભરેલા બતાવીને બેડની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે. તેના લીધે કોરોનાના દર્દીઓને વધારે પ્રમાણમાં હાલાકી વેઠવી પડી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 3346 પર પહોંચ્યો

એએમસીની વાતને ગંભીરતાપૂર્વક લઈને AHNAએ ખાનગી(Gujarat news AHNA news) હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીને સારવાર માટે દાખલ થવા માટે પાંચેક પ્રકારના માપદંડ નક્કી કર્યા છે. તેમના પ્રથમ માપદંડ મુજબ 60 વર્ષથી ઉપરના કોવિડના દર્દીને અગ્રતા આપવામાં આવશે. કોવિડ થાય અને જો અગાઉથી તે દર્દીને અન્ય બિમારી ચાલતી હોય કે સારવાર ચાલતી હોય તો પણ અગ્રતા આપવામાં આવશે. લીવર, કિડની ટ્રાન્સપ્લા્નટ, એચઆઇવી ચેપવાળા દર્દીને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ તમામ કાર્યક્રમો રદ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખનો આદેશ

બીજા માપદંડમાં છેલ્લા ત્રણ દિવસથી કોવિડના દર્દીના(Gujarat news AHNA news) શરીરનું તાપમાન 101 એફ આવતું હશે તો તેને દાખલ કરવામાં આવતું હશે. જો કે દર્દીએ સળંગ ત્રણ દિવસ આટલું તાપમાન નોંધાવ્યું હોય તેનો રેકોર્ડ કેવી રીતે જાળવ્યો હશે તેના અંગે તેણે કોઈ ફોડ પાડ્યો નથી. ત્રીજા માપદંડમાં શરીરનું ઓક્સિજનનું સ્તર 94 ટકા કરતાં ઓછું થઈ જાય તેવા કિસ્સામાં તેને તાત્કાલિક દાખલ કરવામાં આવશે. ચોથા માપદંડ મુજબ કોવિડના દર્દીઓ જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમને દાખલ કરવામાં આવશે. જ્યારે પાંચમાં માપદંડમાં ફેફસા સિવાય શરીરના કોઈ અંગમાં તકલીફ થઈ રહી હોય તેવા દર્દીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

આ પાંચ માપદંડ સિવાય કોરોનાનો કોઈ દર્દી દાખલ થવા(Gujarat news AHNA news) ઇચ્છતો હશે તો જે તે હોસ્પિટલના ડોક્ટર પરિસ્થિતિ મુજબ નિર્ણય લેશે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના મહત્તમ બેડ ભરાઈ જતા હોવાથી અને બેડ મળતા ન હોવાની સતત ફરિયાદના આધારે AHNAએ આ પાંચ માપદંડ નક્કી કર્યા છે. કોરોના થયો હોય તેવા દસથી પંદર ટકા દર્દીને જ દાખલ કરીને સારવારની જરૂર પડતી હોવાથી આ માપદંડ સેટ કરવામાં આવ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9