Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દિવંગત અહેમદ પટેલનો પાર્થિવદેહ વડોદરાથી અંકલેશ્વર લઈ જવાયો, ગુરુવારે સવારે 10 વાગે દફનવિધિ

દિવંગત અહેમદ પટેલનો પાર્થિવદેહ વડોદરાથી અંકલેશ્વર લઈ જવાયો, ગુરુવારે સવારે 10 વાગે દફનવિધિ

0
75
  • દફનવિધિમાં રાહુલ ગાંધી, અશોક ગેહલોત સહિતા નેતા હાજર રહેશે
  • વડોદરા એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પી

ભરુચઃ કોરોનાને કારણે નિધન પામેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનો પાર્થિવ દેહ (Ahmed Patel body) બુધવારે દિલ્હીથી ચાર્ટર પ્લેન દ્વારા વડોદરા અને પછી મોડી સાંજે ત્યાંથી અંકલેશ્વર લઇ જવાયો હતો. જ્યાં સરદાર પટેલ હોસ્પિટલમના કોલ્ડ રુમમાં તેમનો મૃતદેહ રાખવામાં આવશે.

આવતીકાલે ગુરુવારે તેમના પૈતૃક વતન પિરામણમાં લઇ જઇ દફનવિધિની પ્રક્રિયા કરાશે. અહેમદ પટેલને તેમના માતા-પિતાની કબરની પાસે દફનાવવામાં આવશે. તેવું સૂત્રોએ જણાવ્યું છે.

સાંજે જ્યારે અહેમદ પટેલનો પાર્થિવ દેહ (Ahmed Patel body) વડોદરા એરપોર્ટ પર આવ્યો ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, રાજ્યસભા સાંસદ શક્તિ સિંહ ગોહિલ અને સદ્વાર્થ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ તેમજ તેમના શુભેચ્છકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુરુવારે  કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિતના દિગ્ગજો અહેમદ પટેલની અંતિમ સફરમાં હાજરી આપવા આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતની એ રાજ્યસભા ચૂંટણી, જેમાં ભાજપ પર ભારે પડ્યા હતા અહેમદ પટેલ

અહેમદ પટેલના નિધનના સમાચાર ફેલાતા તેમના વતન પિરામણમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ગામમાં સન્નાટો છવાઇ ગયો છે. આવતી કાલે અંકલેશ્વરના વેપારીઓ પોતાના લોકપ્રિય નેતાના નિધનને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વયંભૂ બંધ પાળવાના છે.

અહેમદ પટેલની અંતિમ ઇચ્છા Ahmed Patel body news

કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલની અંતિમ ઇચ્છા માતા-પિતાની કબરની બાજુમાં જ તેમને પણ દફન (Ahmed Patel body) કરવાની હતી. જેના માટે ગામમાં તૈયારીઓ શરુ કરી દેવાઇ છે.

રાત્રે પંચાયત દ્વારાગામની સફાઇ કરી સેનેટાઇઝ સહિત જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો હતો. પિરામણ ગામના અગ્રણીઓ દ્વારા અહેમદ પટેલના પરિવારને મળવા માટે આવતા લોકો માટે ખુરશીઓ મૂકીને બેસવાની વ્યવસ્થા તેમજ પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

 રાજકીય અગ્રણીઓ પિરામણ ગામમાં પહોંચવા લાગ્યા

બીજી બાજુ જેમ દિવસ પસાર થતો હતો તેમ ગામના હિન્દુ અને મુસ્લિમ લોકો તેમજ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના અહેમદ પટેલના રાજકીય તેમજ બિન રાજકીય મિત્રો, શુભેચ્છકો તેમજ રાજકીય અગ્રણીઓ પિરામણ ગામ આવવાની શરૂઆત થઇ ગઇ હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા એહમદ પટેલનું અવસાન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

અંકલેશ્વરથી પિરામણ ગામ જવાના રસ્તા ઉપર નાની, મોટી કાર સહિત લક્ઝુરિયસ કારની આવન જાવન શરૂ થઇ ગઇ હતી. આ સાથે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાઇ રહ્યો છે.

સવારથી સાજ સુધીમાં રાજકીય અગ્રણીઓમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, કદીર પીરઝાદા, પરિમલસિહ રાણા, નાઝુભાઇ ફળવાલા, રાજેન્દ્રસિંહ રણા, ભુપેન્દ્ર જાની, અરવિંદ દોરાવાલા, સંદિપ માગરોલા, સુનિલ પટેલ, ગુલામખા રાઇમા સહિત અગ્રણીઓ આવી પહોંચ્યા હતા.

માત્ર 5 હજારની વસ્તી ધરાવતું પિરામણ ગામ

અહેમદ પટેલના ગામની વસ્તી આશરે માત્ર 5 હજાર છે. પિરામણ ગામની દરેક ગલીમાં અહેમદ પટેલના નિધન (Ahmed Patel body) ની ચર્ચા સાથે લોકોમાં દુઃખની લાગણી જોવા મળી હતી.

ગામના હરીશભાઈએ જણાવ્યું કે, અહેમદભાઇ કોઇપણ જાતના ભેદભાવ વિના લોકોની સાથે સંબંધ રાખતા હતા. એતો ઠીક તેમની પાસે કોઈપણ રાજકીય પક્ષનો વ્યક્તિ કામ લઈને જાય તો તે કામ કરી દેતા હતા. તેઓ માત્ર દેશનો નાગરિક જોઇને કામ કરતા હતા.

અહેમદભાઇનો નશ્વર દેહ પિરામણ ગામમાં કાલે સવારે આવવાનો હોવાથી અગ્રણીઓ દ્વારા તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા દફનવિધિ માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ હતી. સાંજથી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. Ahmed Patel body news

આ પણ વાંચોઃમોદીએ અહેમદ પટેલનો આ માટે આભાર માનવો રહ્યો, જાણો કેમ

કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરાયું

હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સ્થાનિક ગ્રામજનો તેમજ મળવા આવતા લોકો દ્વારા કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. તમામ લોકો દ્વારા માસ્ક પહેરવામાં આવ્યું હતું. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવામાં આવ્યું હતું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9