Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાવનગર: પેરોલ પર છૂટેલા આરોપીએ પત્ની સાથે ગળોફાંસો ખાઇ આપઘાત કર્યો, ત્રણ સંતાન માતા-પિતા વિહોણા થયા

ભાવનગર: પેરોલ પર છૂટેલા આરોપીએ પત્ની સાથે ગળોફાંસો ખાઇ આપઘાત કર્યો, ત્રણ સંતાન માતા-પિતા વિહોણા થયા

0
98

જેલમાં જવાના એક દિવસ પહેલાં જ આરોપીએ જીવન ટુંકાવી લીધું

ભાવનગર: સિહોરના આંબલા ગામે પેરોલ પર છૂટેલા આરોપીએ બુધવારે પત્ની સાથે આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. આરોપી ચકુ વાઘેલાને આજે જ જેલમાં હાજર થવાનું હતું પરંતુ તેના આગલા દિવસે જ તેણે પત્ની સાથે જીવન ટુંકાવી લેતા ત્રણ સંતાનોએ છત્રછાયા ગુમાવી દીધી.

સિહોરના ડુંગરાલ વિસ્તારમાં બુધવારે ઝાડ પર પુરુષ અને મહિલાની લાશ લટકેલી જોવા મળી હતી. તેમણે ગળો ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. આ ઘટના પછી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પતિ-પત્નીના આપઘાત પછી તેઓના ત્રણ સંતાનો માતા-પિતા વિહોણા થઇ ગયા છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુગલના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતક પતિ પેરોલ પર બહાર હતો અને આજે તેને જેલમાં હાજર થવાનું હતું.

આ પણ વાંચો: 2005 હત્યા કેસમાં MLA કાંધલ જાડેજાને નિર્દોષ છોડવાનો ટ્રાયલ કોર્ટનો હુકમ યથાવત 

ભાવગનરના સિહોર તાલુકાના આંબલા ગામે ભાવુબેન અને ચકુભાઈ વાઘેલા રહેતા હતા. ચકુભાઈ (ઉ.વ.35) જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો અને તે 303ના ગુનામાં રાજકોટમાં જેલવાસ ભોગવી રહ્યો હતો અને મંગળવારે તેના પેરોલનો અંતિમ દિવસ હતો. જેલમાં જવાના અંતિમ દિવસે જ ચકુ વાઘેલા પત્ની ભાવુબેનને લઇને ઘરેથી નિકળી ગયો હતો. ત્યારબાદ બંનેએ ડુંગરાળ વિસ્તારમાં જઇ એક ઝાડ પર સાડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પતિ-પત્નીના આ પગલાંના કારણે 3 સંતાનો માતા-પિતા વિહોણા થઇ ગયા છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે કે મૃતક ચકુભાઇ જેલમાં જવા માંગતા ન હતા અને તેઓએ તેના કારણે જ આત્મહત્યા કરી લીધી છે.

પતી-પત્નીના આપઘાતની જાણ સ્થાનિક પોલીસને થતા તે ઘટના સ્થલે દોડી આવી હતી. પોલીસે મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમાર્ટ માટે હોસ્પિટલમાં મોકલી દીધા છે. બંનેએ આપઘાત કેમ કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9