Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આહિર સમાજના એક જ કુટુંબના પાંચ સભ્યો માટે બુધવાર બન્યો ડેથ ડે

આહિર સમાજના એક જ કુટુંબના પાંચ સભ્યો માટે બુધવાર બન્યો ડેથ ડે

0
207

સીઆર પાટિલે કુટુંબની મુલાકાત લઈને આશ્વાસન આપ્યું

વડોદરાઃ ન જાણ્યુ જાનકીનાથે તે કહેવત સુરતના (Gujarat news accident)આહીર પરિવારના કિસ્સામાં સાચી પડી છે. સુરતના પુણા ગામમાં આશાનગર સોસાયટીના રહેવાસી એવું નવ જણનું આહિર પરિવાર ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યું હતું. તે સમયે તેમને ખબર પણ નહીં હોય કે તેઓ આવતીકાલની સવાર જોશે કે નહી.

વડોદરા નેશનલ હાઇવે પર આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. તેમા આહિર પરિવારમાંથી (Gujarat news accident)સુરેશ, દયાબેન, આરતી સહિત પાંચના મોત થયા હતા અને અન્ય ચારને ઇજા થઈ હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે આહિર કુટુંબની મુલાકાત લઈ તેને સાંત્વના પાઠવી હતી અને આહિર સમાજના આગેવાનોને પણ તે મળ્યા હતા. કલેક્ટર શાલિની અગ્રવાલે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઇજાગ્રસ્તાને સારવાર મળે તેની સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ: SVP હોસ્પિટલમાં સંચાલનનો અભાવ, દર્દીઓને લઇને આવતી એમ્બ્યુલન્સે 15 મિનિટથી 1 કલાક જોવી પડે છે રાહ

હરેશભાઈ જીંજાલા અને બટુકભાઈ જીંજાલા (Gujarat news accident)સુરતમાં રહેતા હતા. બીજા ત્રણ ભાઈ વતન રાજુલામાં રહેતા હતા. હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ રત્ન કલાકાર હતો અને તેની સગાઈ થઈ હતી. દિવાળી પછી એટલે કે આ વર્ષે જ તેના લગ્ન થવાના હતા.

તેઓ રાત્રે અગિયાર વાગે નીકળ્યા હતા. પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન (Gujarat news accident)કરવા જવાના હતા. જો કે પાવાગઢ પહોંચે તે પહેલા જ વડોદરા પાસે અકસ્માત થયો હતો. તેમા 11ના મોત થતા સુરતના પુણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ નવના(Gujarat news accident) મોત થયા હતા અને બીજા બેના હોસ્પિટલના મોત થયા હતા. મૃત્યુ પામેલામાં પાંચ મહિલા, ચાર પુરુષ અને બે બાળક સામેલ છે. અકસ્માતના પગલે હાઇવે પર ચક્કા જામ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત: અમદાવાદ-સુરતમાં છઠ્ઠ પૂજાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

સમગ્ર કુટુંબના મોતના સમાચાર સાંભળીને તેઓ જે સોસાયટીમાં રહે છે તે સમગ્ર સોસાયટી શોકમાં ગરકાવ થઈ હતી, ગઈકાલે તેઓને સહકુટુંબ આનંદકિલ્લોલ કરનારા જોતું આ કુટુંબ આ (Gujarat news accident)રીતે એક જ દિવસ પછી જીવતું જ નહીં હોય તે સમગ્ર સોસાયટી માની શકતી ન હતી. તેમના સગાસંબંધીઓથી લઈને મિત્રો બધા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. આમ સમગ્ર કુટુંબ માટે બુધવાર ગોઝારો સાબિત થયો હતો. એક જ પરિવારના પાંચ મૃતકોમાં જોઈએ તો દયા બટુકભાઈ જીંજાલા, ભૌતિક ખોડોભાઈ જીંજાલા, આરતી ખોડોભાઈ જીંજાલા, હંસા ખોડાભાઈ જીંજાલા, સુરેશ જેઠાભાઈ જીંજાલાનો સમાવેશ થાય છે.એક જ કુટુંબના પાંચ સભ્યોના મોતના લીધે સમગ્ર આહિર સમાજ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ અંગે આહિર કુટુંબ અને સમાજને શોકસંદેશો પાઠવ્યો હતો.