Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતની 6 મહાનગરપાલિકાનું આજે પરિણામ, 2276 ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય

ગુજરાતની 6 મહાનગરપાલિકાનું આજે પરિણામ, 2276 ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય

0
100

ગાંધીનગર: ગુજરાતની 6 મહાનગર પાલિકાની 575 બેઠકો માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં અમદાવાદના 48 વોર્ડની 192 સીટ, સુરતના 30 વોર્ડની 120 બેઠકો, વડોદરાના 19 વોર્ડની 76 સીટ, રાજકોટના 18 વોર્ડની 72 સીટ, ભાવનગરના 13 વોર્ડની 52 સીટ અને જામનગરના 16 વોર્ડની 64 સીટો પર મતગણતરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. Gujarat Municipal Election Result

આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહે છે. છેલ્લા ઘણાં સમયથી આ મહાનગર પાલિકા પર ભાજપનો કબ્જો રહ્યો છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પણ મેદાનમાં હોવાથી બહુપાંખીયો જંગ બન્યો છે. Gujarat Municipal Election Result

રાજ્યમાં 15 સ્થળ પર મત ગણતરી શરૂ કરવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં આવેલ એલ.ડી. એન્જીનીયરીંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની 72 બેઠકની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું છે. જેની શહેરમાં 6 અલગ-અલગ ઠેકાણે મત ગણતરી હાથ ધરાશે. જેમાં વીરબાઈ મહિલા કોલેજ, એએસ ચૌધરી હાઈસ્કૂલ, એસવી વિરાણી હાઈસ્કૂલ, પીડી માલવિયા કોલેજ, રણછોડદાસજી કોમ્યુનિટી હોલ એમ અલગ-અલગ જગ્યાએ વિવિધ વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે. Gujarat Municipal Election Result

આ પણ વાંચો: શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 1100 અંક તૂટીને 50 હજારની નીચે સરક્યો Gujarat Municipal Election Result

જ્યારે સુરતમાં 484 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે. સુરતમાં 45.51 ટકા મતદાન થયું છે. જેની મતગણતરી પીપલોદ અને મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજના બે મુખ્ય મથકો પર હાથ ધરવામાં આવશે.

જામનગર મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 236 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે. જેને 4 સ્ટ્રોન્ગરૂમમાં બંધ કરવામાં આવ્યા છે. આવતીકાલે હરિયા કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે. હાલ સ્ટ્રોન્ગ રૂમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. Gujarat Municipal Election Result

ચૂંટણી પંચના આંકડા અનુસાર, ગુજરાતની 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સરેરાશ 45.61 ટકા મતદાન નોંધાયું છે. રવિવારે યોજાયેલા મતદાનમાં સૌથી વધુ જામનગરમાં 53.64 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછુ 42.51% મતદાન અમદાવાદમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ સાથે જ જૂનાગઢની બે બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 51.85 ટકા મતદાન રેકોર્ડ થયું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat