Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના અને મ્યૂકર માઈકોસિસના ખૌફ વચ્ચે ગુજરાતમાં MIS-Cનો ખતરો, બાળકો બની રહ્યાં છે ભોગ

કોરોના અને મ્યૂકર માઈકોસિસના ખૌફ વચ્ચે ગુજરાતમાં MIS-Cનો ખતરો, બાળકો બની રહ્યાં છે ભોગ

0
124

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે બ્લેક ફંગસ અર્થાત ‘મ્યૂકર માઈકોસિસ’નામનો નવો રોગ માથુ ઊંચકી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં ભલે કમી આવી આવી રહી હોય, પરંતુ કોરોનાથી રિકવર થયા બાદની અન્ય સમસ્યાઓમાં કોઈ રાહત મળતી જોવા નથી મળી રહી. આવું એટલા માટે કારણ કે, કોરોનાથી સ્વસ્થ થયા બાદ બ્લેક ફંગસના કેસો ઝડપથી વધી રહ્યાં છે. આ દરમિયાન બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઈફ્લેમેટરી ચિલ્ડ્રન (MIS-C) હવે એક નવો પડકાર બનીને સામે આવી રહ્યો છે.

ગુજરાતમાં રાજકોટ બાદ અમદાવાદમાં પણ MIS-Cના કેસો વધી રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં MIS-Cના 10 કેસો નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે.

એક્સપર્ટના મતે, મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ એવા બાળકોને પોતાનો શિકાર બનાવે છે, જેઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે અથવા તો જેમના ઘરમાં કોઈ સભ્ય કોરોના પોઝિટિવ રહ્યા હોય. બાળકો સાથે સંકળાયેલી આ બીમારી સામે આવ્યા બાદ પરિવારજનોની ચિંતા પણ વધી ગઈ છે. એક્સપર્ટોએ એવા માતા-પિતાને ખાસ સતર્ક રહેવાની સલાહ આપી છે, જેમના બાળકો કે પછી પરિવારના કોઈ સભ્ય કોરોનાથી સંક્રમિત થયું હોય અને હવે તે સ્વસ્થ થઈ ચૂક્યું હોય.

બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેશન સિન્ડ્રોમ એવી સ્થિતિથી છે, જેમાં તેમને તાવ આવે છે અને શરીરના મહત્વના અંગ જેમ કે હાર્ટ, ફેફસા અને બ્રેઈનને અસર કરે છે. MIS-Cના લક્ષણોમાં બાળકોને 3 થી 5 દિવસ સુધી તાવ, પેટમાં દુખાવો અને બ્લડ પ્રેશર અચાનક ઘટવું ઝાડા થવા છે.

જો સમસસર આ બીમારીની જાણ થઈ જાય, તો તેની સારવાર શક્ય છે. ઈન્ડિયન એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ ઈન્ટેસિંવ કેયર ચેપ્ટર તરફથી જાહેર કરવામાં આવેલા ડેયા અનુસાર, કોરોનાની પ્રથમ લહેર વખતે દેશભરમાં MIS-C ના બે હજાર જેટલા કેસો નોંધાયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat