Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયના 21 જિલ્લાઓમાં આગામી 5 દિવસમાં વરસાદ પડવાની સંભાવના

રાજયના 21 જિલ્લાઓમાં આગામી 5 દિવસમાં વરસાદ પડવાની સંભાવના

0
35

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોમાસુ મધ્ય તથા ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16મી જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપી છે.

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, રાજયમાં આગામી 12થી 16 જૂન દરમિયાન 21 જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં આ પાંચેય દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

​​​​​દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગર હવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત્ ચોમાસું બેસી જશે. એની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat