Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > 72મો પ્રજાસત્તાક પર્વ: ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

72મો પ્રજાસત્તાક પર્વ: ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

0
101
  • મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તજનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

રાજકોટ: સમગ્ર દેશ આજે 72મો પ્રજાસત્તાક પર્વ (Republic Day 2021) ઉજવી રહ્યો છે, ત્યારે દરવર્ષની જેમ આ વખતે પણ પ્રખ્યાત ખોડલધામ (Khodal Dham Gujarat) ખાતે ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવવામાં આવ્યો છે.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે (Republic Day 2021) ગાંધીનગરના “રાધે-રાધે” ગ્રુપ દ્વારા 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ સાથે જ ખોડલધામ મંદિરમાં (Khodal Dham Gujarat) દર્શન માટે આવેલા ભક્તજનો દ્વારા રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી (Republic Day Celebration) કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Republic Day 2021: PM મોદીએ જામનગરના રાજવી પરિવારે આપેલી ખાસ પાઘડી પહેરી

જણાવી દઈએ કે, ખોડલધામ (Khodal Dham Gujarat) લેઉવા પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પણ તિરંગો ફરકે છે. દેશના મંદિરોના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મંદિરમાં આટલો લાંબો રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવવામાં આવ્યો છે આટલું જ નહીં, ખોડલધામ વિશ્વનું પ્રથમ એવું મંદિર છે, જ્યાં ધર્મધજાની સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9