Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મતદાન મથક બનેલી શાળાઓમાં સાફ સફાઇ કરવા સૂચના જારી કરાઇ

મતદાન મથક બનેલી શાળાઓમાં સાફ સફાઇ કરવા સૂચના જારી કરાઇ

0
55
  • પાણી સહિતની સુવિધા ઊભી કરવા માટે ડીઇઓ દ્વારા તાકીદ કરાઇ Gujarat Local Body Election

  • અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકની ચૂંટણી યોજાશે

ગાંધીનગર: ગુજરાતની છ મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓને લઇને સરકારી તંત્ર હરકતમાં આવી જઇને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે માટેના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની 48 વોર્ડની 192 બેઠકોની રવિવારે ચુંટણી માટે મતદાન થવાનું છે. બીજી તરફ કોરોનાના કારણે છેલ્લાં કેટલાંક મહિનાઓથી શાળાઓ બંધ હતી. આ ચુંટણીના મતદાન માટે કેટલીક શાળાઓમાં મતદાન રાખવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં લઇને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર પાઠવી સૂચનાઓ જારી કરવામાં આવી છે. તે મુજબ મતદાન મથક હોય તેવી શાળાઓને મતદાન પહેલા સાફ-સફાઈ કરવા અને પૂરતી સુવિધા ઉભી કરવા જણાવાયુ છે. સ્કૂલની સફાઈ ઉપરાંત આવેલી મતદાનની કામગીરી સાથે સંકળાયેલી ટીમ માટે પાણી સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે પણ આદેશ અપાયો છે. Gujarat Local Body Election

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારેના રોજ મતદાન થવાનું છે. મતદાનને લઈ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. જે મુજબ શાળામાં મતદાન મથક હોય તેમણે મતદાનના દિવસ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવાની રહેશે. ઉપરાંત સ્કૂલોમાં સાફ-સફાઈ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. જે સ્કૂલમાં મતદાન મથક હોય તેમણે મતદાન મથક વાળા રૂમમાં સફાઈ કરવાની રહેશે. તેમજ મતદાન મથક વાળા રૂમમાં પૂરતી ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. Gujarat Local Body Election

આ પણ વાંચો: પ્રાથમિક વિભાગમાં અભ્યાસક્રમથી માંડીને પરીક્ષાને લઇને હજુ કોઇ સ્પષ્ટતા નહી

શાળાઓ લાંબા સમયથી બંધ હોવાથી સ્કૂલના ટોયલેટની પણ યોગ્ય સફાઈ કરવા માટે સૂચના અપાઇ છે. મતદાન મથક માટે શાળામાં ટીમ આવે ત્યારે તેમને જરુરી ફર્નિચર સ્કૂલ સંચાલકોએ પૂરું પાડવાનું રહેશે. મતદાન મથક ઉપર આવેલી ટીમ માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. મતદાન મથક ઉપર આવેલા ટીમના પ્રિસાઇડિંગ ઓફિસરને શાળાના જવાબદાર કર્મચારીનો મોબાઈલ નંબર પણ આપવા માટે સૂચના આપી છે. ઉપરાંત શાળાના મેદાનની સફાઇ કરવા માટે જણાવાયુ છે. મતદાન મથક માટે આવતી ટીમને શાળા દ્વારા પૂરતો સહકાર મળી રહે તેની ખાતરી કરવા સૂચના અપાઇ છે. Gujarat Local Body Election

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat